Sardar@150 Unity March | સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને ભવ્ય બનાવવા માટે કરમસદથી કેવડિયા સુધીની 150 કિમીની યાત્રા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચી હતી. ભાણદ્રા ખાતે યોજાયેલ સભાને સંબોધતાં કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબથી પ્રેરિત થઈને સૌની સહભાગીતાથી ‘એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરી રહ્યા છે. સરદારનો માર્ગ જ ભારતને આત્મનિર્ભર, વિકસિત અને વિશ્વશક્તિ બનાવશે. આ રાષ્ટ્રીય એકતા યાત્રામાં દેશભરમાંથી આવેલા હજારો યુવાનો વિશ્વ સમક્ષ ભારતની એકતા અને યુવાશક્તિનો સંદેશ આપી રહ્યા છે.
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં દેશભરના યુવાનોની ઉત્સાહભેર સહભાગીતાથી આ માર્ચ અત્યંત સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. આજના યુવાનોમાં સરદાર પટેલના વિચારો, સંસ્કારો, સાહસ, આત્મસમર્પણ અને રાષ્ટ્રવિકાસની ભાવના જીવંત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.
🔸 સરદાર@150 યુનિટી માર્ચ: કરમસદથી કેવડિયા સુધીની પદયાત્રા નર્મદા જિલ્લાના ભાણદ્રા ખાતે પહોંચી
🔸 કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો જેવા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ#UnityMarch #Sardar150 #StatueOfUnity #Kevadia#GujaratUpdates #UnityYatra pic.twitter.com/6Bydhgg1tG — DD News Gujarati (@DDNewsGujarati) December 5, 2025
સરદાર સાહેબ જાણતા હતા કે ભલે ભાષા, ખોરાક, વેશભૂષા કે સંસ્કૃતિ અલગ હોય, પણ ભારતની ભાવના એક જ છે, એકતાની ભાવના. એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે. વધુમાં ઉમેર્યુ કે, આજે ભારતનું સામર્થ્ય યુવાઓના હાથમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાનોની ભાગીદારી અનિવાર્ય છે. અને આ સ્વપ્ન ચરિતાર્થ કરવાનો મૂળ મંત્ર પણ એકતા છે.
કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદારે પણ ઉમેર્યું કે, ગુજરાતની ભૂમિ પર જન્મેલા સરદાર સાહેબને દેશને સંપૂર્ણ ભારતનો આકાર આપ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવાનો જે નિર્ધાર કર્યો છે, તેને ચરિતાર્થ કરવાની જવાબદારી આજના યુવાપેઢીની છે.
ગ્રામસભામાં વરિષ્ઠ નાગરિકો, આત્મનિર્ભર બહેનો, ખેડૂતો તેમજ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવા બદલ મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર મેળવ્યાં હતાં. આ તકે ગ્રામસભામાં સૌએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારત માટે સામૂહિક શપથ લીધા હતા.
આ તકે, યુપીના કેબિનેટ મંત્રી અનિલકુમાર, ગુજરાત સરકારના વન વિભાગના રાજ્યમંત્રી પ્રવીણ માળી, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, રમત રાજ્યમંત્રી જયરામભાઈ ગામિત, સાંસદ સર્વ જશુભાઈ રાઠવા, ડો. રાજકુમાર સાંગવાન, નિખિલેશ પાલ (યુપી), ગુલામ મોહમ્મદ સહિતના વરિષ્ઠ મંત્રીગણ અને સાંસદ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, જિલ્લા અગ્રણી નીલભાઈ રાવ, સ્થાનિક અગ્રણીઓ સહિત પ્રચંડ જનમેદની આ ગ્રામસભામાં ઉપસ્થિત રહી હતી.
