Ahmedabad: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રમુખવરણીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલ ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની ચરમસીમા રૂપ ઉજવણી આગામી 7 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદ (Ahmedabad)માં સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે થશે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના 104મા જન્મદિન નિમિત્તે યોજાનાર આ મુખ્ય સમારોહમાં તેમના માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી અને યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે.
મહાનુભાવોની હાજરી અને નદીમાં ફ્લોટસ: આ ભવ્ય કાર્યક્રમમાં બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભારતના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ (તરતા મંચો) તરતાં મુકાશે, જે એક દિવ્ય દૃશ્ય સર્જશે.
100 મહાશિવરાત્રીનું ફળ આપતું દુર્લભ આદ્રા નક્ષત્ર: 6 ડિસેમ્બરે શિવલિંગ દર્શન અને દીપ પ્રાગટ્યનો અદ્ભુત યોગ
