યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ મંડળની 03 જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે અતિરિક્ત કોચ જોડવામાં આવશે
યાત્રીઓની વધતી ભીડ તથા યાત્રા માંગને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેએ નીચે જણાવેલી ટ્રેનોમાં અસ્થાયી રૂપે અતિરિક્ત કોચ જોડવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 20485/20486 સાબરમતી-જેસલમેર-સાબરમતી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં 02 એસી 3-ટિયર અને 01 સ્લીપર કોચ સાબરમતીથી 03 જુલાઈ, 2026 થી 02 ઓગસ્ટ, 2026 સુધી તથા જેસલમેરથી 01 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી અસ્થાયી રૂપે જોડવામાં આવશે.
ટ્રેન નંબર 20492/20491 સાબરમતી-જેસલમેર-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 02 એસી 3-ટિયર અને 01 સ્લીપર કોચ સાબરમતીથી 01 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી તથા જેસલમેરથી 02 જુલાઈ, 2026 થી 01 ઓગસ્ટ, 2026 સુધી અસ્થાયી રૂપે જોડવામાં આવશે.
ટ્રેન નંબર 20987/20988 ઉદયપુર સિટી-અસારવા-ઉદયપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 01 સેકન્ડ સીટિંગ કોચ અસારવાથી 02 જુલાઈ, 2026 થી 01 ઓગસ્ટ, 2026 સુધી તથા ઉદયપુર સિટીથી 01 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી અસ્થાયી રૂપે જોડવામાં આવશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે તેઓ યાત્રાથી પહેલાં ટ્રેનના સમય, હોલ્ટ અને અન્ય વિગતોની માહિતી માટે www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…