Business

આયર્લેન્ડના ઉદ્યોગ રોકાણકારોને ગુજરાતમાં લાભ લેવા આમંત્રણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફી સાથે ફળદાયી બેઠક યોજી
————-
આયર્લેન્ડના ઉદ્યોગ રોકાણકારોને ગુજરાતની વિશાળ રોકાણ અને વેપારની તકોનો લાભ લેવા આમંત્રણ
———
આયર્લેન્ડ કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફીએ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવાની ઉત્સુક્તા દર્શાવી
———-
સ્કીલ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પરસ્પર ચર્ચા-વિમર્શ


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફીએ વડોદરામાં યોજાઈ રહેલી મધ્ય ગુજરાત પ્રદેશની VGRC દરમિયાન ફળદાયી બેઠક યોજાઈ હતી.

ગુજરાત–આયર્લેન્ડ વચ્ચેની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે આ બેઠકમાં ચર્ચા-વિમર્શ થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ આગામી ભારત–યુરોપિયન યુનિયન (India–EU) મુક્ત વેપાર કરાર (FTA)થી નવી તકોના જે દ્વાર ખુલ્યા છે તે સંદર્ભમાં આયર્લેન્ડના ઉદ્યોગો અને રોકાણકારોને ગુજરાતમાં ઉપલબ્ધ વિશાળ રોકાણ અને વેપારની તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.

ખાસ કરીને સ્કીલ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ સેક્ટરમાં સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે પણ મુખ્યમંત્રીશ્રી અને કોન્સુલ જનરલશ્રીએ ચર્ચાઓ કરી હતી.

આયર્લેન્ડના કોન્સુલ જનરલને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં સહભાગી થવાની ઉત્સુક્તા દર્શાવી હતી અને પરસ્પર સહભાગીતાના ક્ષેત્રો માટે કન્ટ્રી સેમિનાર યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ VGGIS-2027માં આવનારા આયર્લેન્ડ ડેલિગેશનની પતંગોત્સવ, SOU અને અન્ય ઉદ્યોગોની સાઈટ વિઝિટની મૂલાકાત કરાવવા સૂચન કર્યુ હતું.

આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી મનોજ દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ શ્રી ડો. વિક્રાંત પાંડે, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી. ભારતી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

16 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

16 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago