મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની યુક્રેનના ભારત સ્થિત ,રાજદૂત ડૉ. ઓલેક્સાન્ડર પોલિશ્ચુક સાથે વન ટુ વન બેઠક
————
ફાર્માસ્યુટિકલ- એગ્રિકલ્ચર અને રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઈડ્રોજનના ક્ષેત્રોમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ અંગે પરામર્શ
——–
વડોદરામાં યોજાઈ રહેલી મધ્ય ગુજરાત પ્રદેશની VGRCના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં યુક્રેનના માનનીય રાજદૂત ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુક સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી.
તેમણે ફાર્માસ્યુટિકલ- એગ્રિકલ્ચર અને રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઈડ્રોજનના ક્ષેત્રોમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ અંગે પરામર્શ કર્યો હતો.
ગુજરાત આ ક્ષેત્રોમાં સક્રિય રીતે આગળ વધી રહ્યું છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ યુક્રેનિયન ઉદ્યોગોને વિશ્વસનીય ભારતીય ભાગીદાર તરીકે સહયોગ કરવા ઈજન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ અત્યાર સુધીની ચારેય VGRCમાં યુક્રેન પાર્ટનર રહ્યું છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો અને લાંબા ગાળાની સમૃદ્ધિ માટે આ સંબંધો મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયા, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે પણ જોડાયા હતા
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…