Modi Trump Bond | ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ સંબંધોનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.
‘US-India સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ લીડરશિપ સમિટ’ ને સંબોધિત કરતા ગોરે જણાવ્યું કે, થોડા મહિના પહેલા જ્યારે ટ્રમ્પ મિયામીમાં ‘અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપ’ (UFC) મેચ જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક બેકસ્ટેજથી તેમણે કહ્યું, “ચલો વડાપ્રધાન મોદીને ફોન કરીએ”.
જ્યારે ગોરે ટ્રમ્પને યાદ અપાવ્યું કે ભારતમાં અત્યારે સવારના 6 વાગ્યા છે, ત્યારે ટ્રમ્પે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, “તેઓ (મોદી) જાગતા જ હશે, તેઓ મારી જેમ જ છે”. જો કે, તે સમયે સમયના તફાવતને કારણે વાતચીત બીજા દિવસે નક્કી થઈ હતી, પરંતુ આ ઘટના બંને નેતાઓ વચ્ચેની સહજ મિત્રતા અને ‘સ્પેશિયલ બોન્ડ’ દર્શાવે છે.
આ સાથે જ, અમેરિકી રાજદૂતે ‘ઇન્ડો-પેસિફિક કમાન્ડ’ (Indo-Pacific Command) નું નામ બદલીને ફરીથી ‘પેસિફિક કમાન્ડ’ કરવાના વિવાદને પણ ફગાવી દીધો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે લેટરહેડ પરના નામથી કોઈ ફરક પડતો નથી, પરંતુ અમેરિકા વાસ્તવમાં શું કરી રહ્યું છે તે મહત્વનું છે.
ભારત આજે પણ અન્ય કોઈ દેશ કરતાં અમેરિકા સાથે સૌથી વધુ સૈન્ય પ્રશિક્ષણ (Military Exercises) કરે છે. ગોરે સોશિયલ મીડિયા પર ભારત-અમેરિકાના સંબંધો નબળા પડવાની અફવાઓ ફેલાવતા નિષ્ણાતોની ટીકા કરી અને કહ્યું કે વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી જેવા તમામ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત મજબૂત સ્થિતિમાં છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…