Religious

“સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથ

“જય શ્રીરામ”ના ગુંજતા નાદ વચ્ચે…
ભગવાન શ્રીરામના આદર્શો, કરુણા, શૌર્ય અને સંસ્કારમય જીવનમૂલ્યોને સમાજજીવન સુધી પહોંચાડવાના પવિત્ર સંકલ્પ સાથે લેખિકા જાગૃતિ રામાનુજ અને ચિત્રકાર વી. રામાનુજ દ્વારા સર્જાયેલ તથા હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન (HSSF), ગુજરાત દ્વારા પ્રકાશિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથના હિન્દી, અંગ્રેજી તથા દ્વિતીય ગુજરાતી સંસ્કરણના ભવ્ય વિમોચનનો ઐતિહાસિક પ્રસંગ અદભુત ભાવભક્તિ વચ્ચે તા. ૫/૫/૨૦૨૬ મંગળવારના રોજ J B Auditorium, Ahmedabad ખાતે સંપન્ન થયો।
શ્રીરામના ચોસઠ દિવ્ય ગુણોને ઉજાગર કરતું આ ગ્રંથ માત્ર પુસ્તક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને જીવનદર્શનનું જીવંત પ્રતિબિંબ છે। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રામભક્તોના “જય શ્રીરામ”ના ગુંજતા નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રાષ્ટ્રચેતનાથી ઓતપ્રોત બન્યું।
આ પાવન અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત વી. રામાનુજ દ્વારા તૈયાર કરાયેલા વિશિષ્ટ પેન્સિલ સ્કેચ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ રામાનુજે ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમ્નજી વાજાને તથા HSSFના પ્રાંત અધ્યક્ષ શ્રી તુલસીરામ ટેકવાણીજીને, ધૈવત રામાનુજે પરમ પૂજ્ય પરમાત્માનંદજીને, ધારા રામાનુજે RSSના વરિષ્ઠ પ્રચારક તથા HSSFના રાષ્ટ્રીય સંયોજક શ્રી ગુણવંતસિંહજીને, વી. રામાનુજે પૂર્વ રાજ્યસભા સાંસદ તથા પાવાગઢ મંદિરના અધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકાને તેમજ સંજીવની રામાનુજે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાને વી. રામાનુજ દ્વારા તૈયાર કરાયેલા પેન્સિલ સ્કેચ અર્પણ કરી ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું।
આ કાર્યક્રમમાં “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથના ઉત્કૃષ્ટ સર્જન માટે ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમ્નજી વાજા દ્વારા જાગૃતિ રામાનુજ અને વી. રામાનુજનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું।
આ કાર્યક્રમ માત્ર વિમોચન સમારોહ નહીં, પરંતુ “રામત્વને જીવનમાં ઉતારવાનો સંકલ્પોત્સવ” બની રહ્યો।
આ ભવ્ય અને દિવ્ય આયોજનને સફળ બનાવનાર તમામ સંતો, મહાનુભાવો, આયોજકો અને રામભક્તો પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ।
Chief Editor

Recent Posts

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

19 hours ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

19 hours ago

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…

19 hours ago

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…

19 hours ago

ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…

19 hours ago

कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल

Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…

20 hours ago