NRI

‘બેનસનવીલ’ ટાઉનમાં ‘મધર્સ ડે’ ની ઉજવણી

મે ૯ ના રોજ શિકાગોની નજીકમાં આવેલા ‘બેનસનવીલ’ ટાઉનમાં આવેલા માનવ સેવા મંદિરના હોલ માં ISC લગભગ ૩૮૦ સભ્યોની હાજરીમાં  ‘મધર્સ ડે’ અને  ગુજરાત ડે ની કરેલ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. મીટીંગની શરુઆત પન્નાબેન શાહ તેમજ ભુપેન્દ્ર સુથાર દ્વારા કરવામાં આવેલ. મે મહિનામાં જે સભ્યોની બર્થ ડે આવતી  હોવાથી ગીતા બેન સુથાર સાથે ગણેશ સ્તુતિ, સર્વ ધર્મ પ્રાર્થના, હનુમાન ચાલીસા, તેમજ જન્મ દિવસ ઉજવણી રૂપે ‘બાર બાર દિન યે ‘ ગીત ગાઈને  આજના અતિથિ વીશેષ સરોજ પટેલ અને ડાહ્યાભાઇ પટેલ દ્વારા પુષ્પ ગુંચ આપી શુભેછાઓ આપવામાં આવેલ.
     ત્યારબાદ ઉમાબેન દેસાઇએ યોગાસનો નું નિરદર્શન કરાવેલ. ISC ટ્રેજરર હેમંત મોદી દ્વારા એપ્રિલ માસનો આવક જાવક નો હિસાબ તથા ડોનેસન આપનાર દાતાઓના નામ  જાહેર કરેલ. આજના લંચના સ્પોન્સર દિલીપભાઇ પટેલ – લીના પટેલ,સતીશ પરીખ- દક્ષા પરીખ, નવીનભાઈ-કોકિલાબેન પટેલ,નૈષધ ભાઈ-જાગૃતિ, યોગેન્દ્ર દલાલ,હર્ષા,હશમુખ ભાઈ, અરુણા, ધીરેન પવાર, જયશ્રી, ચંદ્રકાંત ગાંધી,વિજય ભાઈ પટેલ, જ્યોતિ તેમજ મીઠાઈના સ્પોન્સર સરોજબેન ડાહ્યાભાઇ પટેલનું અભિવાદન ISCના પ્રમુખ કાંતિભાઈ પટેલે ફૂલહાર થી કર્યું હતું. જયારે ગુજરાત સ્થાપના ઉજવણી માટે અશ્વિન ઠક્કર, અરવિંદ મોદી, પુષ્પા પારેખ, પ્રવીણ ગાંધી, તરલા બેને  ગીતો રજુ કરેલ.
       પન્નાબેન શાહે મધર ડે નિમિતે ૧૨ બહેનોનું ગુલાબના ફૂલ અને મીઠાઇ બોક્સ આપી બહુમાન કરવામાં આવેલ. ભદ્રા શાહે ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીત ગાયેલ. દર વર્ષે ની માફક ‘મધર્સ ડે’ નિમિતે ચિત્ર કલાનું પ્રદર્શનમાં ૧૨ ભાઈ બહેનો ની કલા કૃતિ ઓ રજુ કરવામાં આવેલ. ‘વરદાન’ સંસ્થાના ગૌરી મઘાતી, ડૉ ભારદ્વાજ દેસાઇ તથા મુરલીધર નો પરિચય ISC પ્રમુખ કાંતિભાઈ પટેલે આપેલ અને ડૉ ભારદ્વાજ દેસાઇ તથા મુરલીધરે ‘વરદાન’ એપ વિષે જણાવ્યું કે સિનિયરો માટે સ્વતંત્ર જીવન જીવવા માટે તેમજ કોઈ પણ ઇમરજન્સી માં ‘વરદાન એપ’ અતિશય ઉપયોગી નીવડે છે. આ એપ થી ડોક્ટર્સ, કુટુંબીજનો, સાથે સંપર્કમાં રહી શકાય છે.
    અંતમાં ISC ના ઉપપ્રમુખ નવીનભાઈ પટેલે લંચ વ્યવસ્થા વધુ સરળ બનાવવા માટે સભ્યોને સમયસર RSVP કરવા જણાવ્યું હતું. ત્યારબાદ સૌ એ સામૂહિક પ્રાર્થના કરી ભોજનનો આનંદ માણી સૌ એ વિદાય લીધી.
Chief Editor

Recent Posts

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

19 hours ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

19 hours ago

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…

20 hours ago

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…

20 hours ago

ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…

20 hours ago

कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल

Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…

21 hours ago