Gujarat Development

ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે કળશ યાત્રાને આવકારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી

 


**
સાધુ-સંતો સાથે ભવ્ય કળશ યાત્રાને આવકારીને કળશ પૂજન બાદ જગન્નાથ મંદિર ખાતે કળશનું સ્થાપન કરવામાં આવ્યું
**
– જગન્નાથજી મંદિર ખાતે કળશ યાત્રા આગમન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી શ્રી મનીષાબેન વકીલ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિ
**
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાને ભવ્ય રીતે આવકારવામાં આવી હતી.

કાશીથી કર્ણાવતી સુધીની કળશ યાત્રાના જગન્નાથજી મંદિરે આગમન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી શ્રી મનીષાબેન વકીલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

 

કળશ યાત્રાના શ્રી જગન્નાથજી મંદિર ખાતે આગમન પ્રસંગે કળશ યાત્રામાં પધારેલા સાધુ-સંતોનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સહિતના મહાનુભાવો તથા સાધુ સંતોના હસ્તે કળશ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી સાથે સૌ મહાનુભાવોએ પદયાત્રામાં સહભાગી થઈને જગન્નાથજી મંદિર સુધી પ્રયાણ કર્યું હતું. જગન્નાથ મંદિરે પહોંચીને કળશ યાત્રાએ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રીએ પૂજ્ય સાધુ-સંતોના આશીર્વચન મેળવ્યા હતા તેમજ શ્રી જગન્નાથજી મંદિરમાં મહાઆરતીનો લાભ લીધો હતો.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કળશ યાત્રાને આવકારતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મા પ્રાગટ્ય વર્ષની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. સંત રવિદાસજીએ જાતિભેદ અને સામાજિક પૂર્વાગ્રહો દૂર કરી પ્રેમ, સમાનતા અને સમાન તકો આધારિત ‘બેગમપુરા’ નામના આદર્શ સમાજની કલ્પના કરી હતી. તેમણે જૂનાગઢના સરસઈ ગામે રોકાણ કરીને ગુજરાતની પવિત્ર ધરતી પરથી પણ ભક્તિ, સમરસતા અને માનવતાનો અમર સંદેશો આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સંત રવિદાસજીના વિચારો આજે વડાપ્રધાનશ્રીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર થકી સાકાર થઈ રહ્યા છે, જેના પરિણામે ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. બાહ્ય આડંબરના બદલે પવિત્ર મનનું મહત્વ દર્શાવતા સંતશ્રીએ ‘મન ચંગા તો કઠોતી મેં ગંગા’નો સંદેશ આપ્યો હતો એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના ધ્યેય સાથે દરેક સમાજને સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વારાણસીમાં સંત ગુરુ રવિદાસજીની જન્મસ્થળીનો ભવ્ય વિકાસ, સંત રવિદાસ એક્સપ્રેસ અને મધ્યપ્રદેશના સાગરમાં સ્મૃતિ-સંશોધન કેન્દ્ર જેવા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સૌ નાગરિકો સંત રવિદાસજીના ઉપદેશો અપનાવી ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપે તેવો મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની પવિત્ર માટી ધરાવતી આ કળશ યાત્રા અંબાજી, પાટણ, સિદ્ધપુર, મહેસાણા અને ગાંધીનગર થઈને આજે કર્ણાવતી પહોંચી છે. શ્રી જગન્નાથજી મંદિરમાં કળશ પૂજન અને સ્થાપના કરવામાં આવી છે, જે આગામી સાત દિવસ દર્શનાર્થે રહ્યા બાદ રાજ્યના તમામ જિલ્લાઓ અને ગામડાઓ સુધી પહોંચશે. સંત રવિદાસ મહારાજના ૬૫૦મા જન્મજયંતી વર્ષે જ્ઞાતિ-ધર્મના ભેદભાવ ભૂલી સૌ નાગરિકો અને સાધુ-સંતો ઉત્સાહભેર આ સમરસતા યાત્રાને આવકારી રહ્યા છે.

કળશ યાત્રાના શ્રી જગન્નાથજી મંદિર ખાતે આગમન પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદના ધારાસભ્ય સર્વે શ્રી અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર, જીતેન્દ્રભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, અમૂલભાઈ ભટ્ટ, હસમુખભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, દિનેશસિંહ કુશવાહ, ડો. પાયલ કુકરાણી, ડેપ્યુટી મેયર શ્રી અંજુબેન શાહ, અમદાવાદ શહેરના પક્ષ પ્રમુખ શ્રી પ્રેરક શાહ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ અને હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઇન્દિરા બ્રિજ સર્કલથી પ્રસ્થાન થયેલી ભવ્ય કળશ યાત્રા માર્ગ પરના ૨૬ સ્વાગત પોઇન્ટ્સ પર નાગરિકોના ભવ્ય સ્વાગત વચ્ચે સાંજે જમાલપુર સ્થિત ઐતિહાસિક શ્રી જગન્નાથજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

4 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

4 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

2 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

2 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago