National

CM વિજયનો નિર્ણય: ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ અને 200 યુનિટ ફ્રી વીજળી

CM Vijay Decisions | તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી (Chief Minister) જોસેફ વિજયે સત્તા સંભાળતા જ રાજ્યમાં સામાજિક સુધારા તરફ મોટું કદમ ઉઠાવ્યું છે. તેમણે તેમના પ્રથમ વહીવટી નિર્ણયમાં રાજ્યની 717 સરકારી દારૂની દુકાનો (Liquor Shops) તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં આવતી તમામ દુકાનોને આગામી 2 અઠવાડિયામાં તાળા મારી દેવામાં આવશે.

રાજ્યમાં અત્યારે કુલ 4,765 દુકાનો કાર્યરત છે. સરકારી સર્વે મુજબ, તેમાંથી 276 ધાર્મિક સ્થળો પાસે, 186 શાળાઓ (Schools) અને કોલેજો પાસે તથા 255 બસ સ્ટેન્ડ નજીક સ્થિત છે. આ નિર્ણયને વિજયના ડ્રગ્સ મુક્ત તમિલનાડુના વિઝન તરફનું પ્રથમ પગલું માનવામાં આવે છે.

અન્ય મહત્વની જાહેરાતો: દારૂબંધી ઉપરાંત, CM વિજયે જનતા માટે લોકકલ્યાણકારી યોજનાઓ (Welfare Schemes) જાહેર કરી છે:

  • મફત વીજળી: ઘરેલુ વપરાશકારો માટે 200 યુનિટ મફત વીજળી (Free Electricity) આપવાની યોજનાને મંજૂરી.
  • મહિલા સુરક્ષા: રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સ (Special Force) અને હેલ્પલાઈનની સુવિધા.
  • ડ્રગ્સ વિરોધી અભિયાન: દરેક જિલ્લામાં એન્ટી-ડ્રગ્સ યુનિટ (Anti-Drug Unit)ની સ્થાપના.

આર્થિક સ્થિતિ પર શ્વેતપત્ર (White Paper): વિજયે જણાવ્યું કે રાજ્ય અત્યારે 10 લાખ કરોડ રૂપિયાના દેવા (Debt) હેઠળ છે. આ મુદ્દે તેઓ વર્ષ 2021 થી 2026 ના સમયગાળાની આર્થિક સ્થિતિ અંગે શ્વેતપત્ર બહાર પાડશે.

તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમ વખત ગઠબંધન સરકાર (Coalition Government) બની છે, જેમાં વિજયની પાર્ટી ‘તમિલગા વે્ટ્રી કઝગમ’ (TVK) 107 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોના ટેકા સાથે તેઓ ટૂંક સમયમાં ફ્લોર ટેસ્ટ (Floor Test)નો સામનો કરશે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

16 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

16 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago