Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

શ્રી 51શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024

Chief Editor February 16, 2024
16 ra1

માઁ અંબાજીનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે એવા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત વિધાનસભાના માન. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજી અને માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજીત “શ્રી 51શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024” અંતર્ગત ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થઈ, ધર્મ અને સંસ્કૃતિનો અદભુત લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળી ધન્યતા અનુભવી.

આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં ઉપસ્થિત રહીને દર્શન- આરતીમાં સહભાગી થયો. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદભુત નજારો ઊભો કર્યો હતો.

પ્રકૃતિના સાંનિધ્યમાં અને અરવલ્લીની ડુંગરમાળામાં વસેલ પવિત્ર યાત્રાધામ અંબાજીને આધ્યાત્મિક અને પર્યટનના સમન્વયનું કેન્દ્ર બને એવું ભવ્ય આયોજન કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી અવિરતપણે કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
Next: દેશમાં દિવ્યાંગજનોનો આત્મવિશ્વાસ વધ્યો છે, આત્મનિર્ભર થયા છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.