Breaking News

શુભમન ગિલે બર્મિંગહામ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકાર્યા બાદ બીજી ઈનિંગમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો, ગ્રેહામ ગૂચની કરી બરાબરી

ભારતીય ટીમના કેપ્ટન બનતા પહેલા શુભમન ગિલની ટેસ્ટ કારકિર્દી પર સવાલો ઉઠી રહ્યા હતા. એશિયાની બહાર તેનો રેકોર્ડ તદ્દન સામાન્ય હતો. ટિકાકારો ગિલને કેપ્ટન બનાવવાની તો વાત જ છોડો તેની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસમાં પ્રથમ 4 ઈનિંગમાં 1 બેવડી સદી અને 2 સદી ફટકારીને બધા જ સવાલો પૂર્ણ વિરામ મૂકી દીધો છે. બર્મિંગહામ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકાર્યા બાદ ગિલે બીજી ઈનિંગમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે.

શુભમન ગિલ ટેસ્ટ મેચમાં બેવડી સદી અને સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો કેપ્ટન બન્યો છે. ગિલ સિવાય ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ ગૂચ જ આ પ્રકારની સિદ્ધિ મેળવી શક્યા છે. ગૂચે 1990માં લોર્ડ્ઝમાં ભારત સામે ત્રેવડી સદી અને સદી ફટકારી હતી. ગૂચે 333 અને 123 રન બનાવ્યા હતા. ગિલ પહેલા 8 બેટ્સમેન ટેસ્ટ મેચોમાં એક સદી અને બેવડી સદી ફટકારી ચૂક્યા છે. જેમાં લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરનો પણ સમાવેશ થાય છે.

શુભમન ગિલના એક ટેસ્ટમાં 430 રન

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શુભમન ગિલે કુલ 430 રન બનાવ્યા છે. ગિલે પ્રથમ ઇનિંગ્સમાં 269 અને બીજી ઇનિંગ્સમાં 161 રન બનાવ્યા હતા. આ સાથે જ તે એક ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બની ગયો છે. તેણે સુનીલ ગાવસ્કરને પાછળ રાખી દીધો છે. ગાવસ્કરે વેસ્ટ ઇન્ડીઝ સામે એક ટેસ્ટમાં 334 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં 124 અને બીજી ઇનિંગ્સમાં 220 રન ફટકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: