
ઋષિ મંડલ મહાપૂજન – શનિવારે, એપ્રિલ ૦૪ બપોરે ૧૨:૩૯ કલાકે
શ્રી ઋષિ-મંડલ સ્તોત્ર એ જૈન શાસનનું એક અત્યંત પ્રભાવશાળી અને મંત્રમય સ્તોત્ર છે. આ સ્તોત્રની રચના મહાવીર સ્વામી ના પ્રથમ ગણધર શિષ્ય અને અનેક લબ્ધી ના માલિક શ્રી ગૌતમ સ્વામી દ્વારા કરવામાં આવી છે. આજના અશાંત અને વિવિધ ચિંતાઓથી ઘેરાયેલા મનને શાંત સ્વચ્છ અને શુદ્ધ બનાવવું હોય અને દુર્જન મનુષ્ય દૃષ્ટ દેવ દેવીઓ ગ્રહો વિગેરેના ઉપદ્રવ નડતા હોય ત્યારે આ ઋષિ મંડલ મહા પૂજન મન વચન કાયાની એકાગ્રતા પૂર્વક કરવાં આવે તો બધા ઉપદ્રવો નાશ પામે અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. નિયમિત પઠનથી સમ્યક દર્શન દ્રઢ બને છે અને પંચ પરમેષ્ઠી પ્રત્યેની શ્રદ્ધા ગાઢ થાય અને પરંપરાએ મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે.
પૂજનમાં ૫ મુખ્ય પીઠિકા અને ૫૦ નાની પીઠિકા નું આયોજન કરવા
————————————————————————————————————————————————————————————————
શ્રી સીમંધર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે હાર્દિક આમંત્રણ.

કાર્યક્રમની વિગત
-
તારીખ: રવિવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૬
-
સમય: સવારે ૧૦:૦૦ કલાકે
મુખ્ય આયોજન
શ્રી સીમંધર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી અત્યંત ભક્તિભાવપૂર્વક કરવામાં આવશે, જેમાં નીચે મુજબના ધાર્મિક કાર્યક્રમો યોજાશે:
-
સ્નાત્ર પૂજા: પ્રભુના જન્મોત્સવ નિમિત્તે વિધિવત સ્નાત્ર પૂજા ભણાવવામાં આવશે.
-
અષ્ટ પ્રકારી પૂજા: શ્રી સીમંધર સ્વામીની વિશેષ અષ્ટ પ્રકારી પૂજા કરવામાં આવશે.
-
ઘી બોલી: અષ્ટ પ્રકારી પૂજા, આરતી અને મંગલ દીવો કરવાના લાભાર્થે ઘી બોલી કરવામાં આવશે.
-
શાંતિ કલશ: કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર (લાભાર્થી) દ્વારા શાંતિ કલશ પૂજન કરવામાં આવશે.
-
સ્વામીવત્સલ્ય: પૂજાના અંતે સમૂહ ભોજન (સ્વામીવત્સલ્ય) રાખવામાં આવેલ છે.
