Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Science
  • વિદ્યાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાઇ તેવા હેતુથી ‘સિમ્યુલેટર એક્ઝિબિશન બસ’ શરૂ કરવાનો નવતર પ્રયોગ- નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

વિદ્યાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાઇ તેવા હેતુથી ‘સિમ્યુલેટર એક્ઝિબિશન બસ’ શરૂ કરવાનો નવતર પ્રયોગ- નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

H S July 5, 2023
5 bus1

…………………
આ નવીન બસ હાલમાં સાયન્સ સીટી અમદાવાદ ખાતે જાહેર પ્રદર્શન માટે મુકવામાં આવશે
…………………
રાજય સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓમાં ઉડ્ડયન- એવિએશન ક્ષેત્રે રૂચિ પેદા થાય તથા પાયલટ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન મળે તે માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે સિમ્યુલેટર એક્ઝિબિશન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અને ઉડ્ડયન રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકુલ, ગાંધીનગર ખાતે આજે ‘સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ’નું લોકાપર્ણ કરાયું હતું.

આ બસમાં પ્રતિકાત્મક રૂપે વિમાનના પાયલોટની કોકપીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં નાગરિક ઉડ્ડયન વિભાગના પાયલટ શ્રી દિપ્તેશ ચૌધરીએ થ્રીડી ટેકનોલોજી આધારિત વિમાન ટેકઓફ અને લેન્ડીંગ તેમજ વિમાન ઉડાડવાની ટેકનોલોજીની મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માને પ્રત્યક્ષ અનુભૂતિ કરાવીને જરૂરી ટેકનોલોજીથી માહિતીગાર કર્યા હતા.

લોકાર્પણ બાદ મીડિયાને વિગતો આપતા મંત્રીશ્રી રાજપૂતે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉડ્ડયન ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવે એ આશયથી રૂ. ૧.૪૩ કરોડના ખર્ચે શરૂ કરાયેલ સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ પ્રોજેક્ટ એ એક અનોખી પહેલ છે. જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં વિવિધ શાળાઓ અને પ્રવાસન સ્થળોએ વિદ્યાર્થી – પ્રવાસીઓને ઉડ્ડયન સેવા બાબતે પ્રોત્સાહિત કરી તેનું માર્ગદર્શન કરવાનું છે. આ આયોજનની સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં આવા અનેક પ્રોજેક્ટ અને પ્રોત્સાહન પર કાર્ય કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, રાજયના મહત્વના પ્રવાસન સ્થળો જેવા કે નડાબેટ ખાતે સીમા દર્શન, સુરેન્દ્રનગર ખાતે તરણેતર મેળો, ધોરડો ખાતે રણોત્સવ વગેરે કાર્યક્રમો દરમિયાન આ બસ ઉડ્ડયન ક્ષેત્રની જાગૃતિ માટે પ્રચાર અને પ્રસાર કરશે. આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિમ્યુલેટર લોકોને વાસ્તવિક એરક્રાફ્ટ ઉડાડવાની અનુભૂતિ પ્રદાન કરશે, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ અનુભવ મળશે અને સાથે સાથે વિદ્યાર્થીઓને એરક્રાફ્ટ પાયલટ અને એરોનોટીકલ એન્જિનિયર બનવાની પ્રેરણા પણ મળશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, હાલ આ બસ સાયન્સ સિટી અમદાવાદ ખાતે મૂકવામાં આવશે અને સાયન્સ સિટી ઓથોરિટી દ્વારા દૈનિક ધોરણે તેનું સંચાલન કરવામાં આવશે. ઉપરાંત, આ બસનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓમાં પ્રદર્શન યોજવા માટે અને તહેવારોના સમય દરમિયાન બસને અલગ-અલગ સ્થાને સ્થાનાંતરિત કરવામાં આવશે, જે ઉડ્ડયન ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો માટે અસરકારક સાબિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર હસ્તકના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ગુજરાતમાં એવિએશન ક્ષેત્રે માળખાગત સુવિધાઓ ઉભી કરવા, રાજ્યને એરકનેક્ટીવીટી પુરી પાડવા, એવિએશન ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરવાના આશયથી આવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન સચિવ શ્રી હારિત શુક્લા તેમજ નાગરિક ઉડ્ડયન નિયામક શ્રી નીતિન સાંગવાન સહિત નાગરિક ઉડ્ડયન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પાયલટ ઉપસ્થિત રહ્યા હતા.
…………………

વિમાન ટેક ઓફ, ફ્લાયિંગ તેમજ લેન્ડીંગની પ્રત્યક્ષ
અનુભૂતિ કરાવતી ગુજરાત સરકારની પહેલ એટલે
‘સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ’
……………..

વિમાન ટેક ઓફ, ફ્લાયિંગ તેમજ લેન્ડીંગની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવતી રાજ્ય સરકારની નવીન પહેલ એટલે ‘સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ’. નાગરિક ઉડ્ડયન દ્વારા સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ તૈયાર કરવામાં આવી છે. સિમ્યુલેટર કમ પ્રદર્શન બસ પ્રોજેક્ટ એ એક અનોખી પહેલ છે. આ બસમાં ઇન્સ્ટોલ સિમ્યુલેટર વિદ્યાર્થી-મુલાકાતીઓને વાસ્તવિક એરક્રાફ્ટ ઉડવાની અનુભૂતિ પ્રદાન કરે છે. જે યુવાનોમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી ઘડતર તેમજ સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરશે. જેના પરિણામે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને એરક્રાફ્ટ પાયલટ અને એન્જિનિયર બનવાની પ્રેરણા મળશે.
આ પ્રદર્શન બસના માધ્યમથી રાજ્યમાં વિવિધ શાળાઓ અને પ્રવાસન સ્થળોએ પ્રેક્ષકોને ઉડ્ડયન સેવાઓને પ્રોત્સાહન આપવા અને તેનું પ્રદર્શન કરવાનો છે. સમગ્ર ગુજરાતમાં વિવિધ સરકારી અને બિન સરકારી શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે. આ ઉપરાંત નડાબેટ ખાતે સીમા દર્શન, સુરેન્દ્રનગર ખાતે તરણેતર મેળો, ધોરડો ખાતે રણોત્સવ જેવા પ્રવાસનના હેતુથી વિવિધ આયોજન દરમિયાન આ બસ ઉડ્ડયન ક્ષેત્રે વિવિધ તકોથી પ્રવાસીઓને માહિતીગાર કરાશે જે રાજ્ય અને દેશની ઉડ્ડયન ક્ષેત્રના વિકાસમાં ભાગીદારી વધારશે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ૧૧ જુલાઇથી આરોગ્યવીમા કવચ ૧૦ લાખનું થશે…
Next: બહુચરાજી માતા મંદિરનું શિખર ભવ્ય બનશે…

Related News

Sperm Whale Israel

ગાઝા બોર્ડર નજીક ઈઝરાયેલના તટ પર સ્પર્મ વ્હેલનો મૃતદેહ મળ્યો: પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા

Chief Editor February 27, 2026
antimatter-power-destruction-vs-hiroshima-atomic-bomb

માણસ બની જશે વરાળ, શહેર થશે તબાહ: જો એક ચપટી ‘એન્ટીમેટર’ ફાટે તો હિરોશિમાથી 3 ગણી વધુ તબાહી

Chief Editor February 27, 2026
Gujarat Board Exam

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Chief Editor February 26, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.