Breaking News

Dr Ram Vilas Vedanti the main leader of the Ram temple movement Died Congress will have the same consequences as the Mughal Empire, it will be buried in history tv car smartphone laptop prices likely to rise from january 2026 Centre To Replace MGNREGA With G Ram G Sambhesinh Parmar becomes chairman and Vijay Patel becomes vice chairman of Amul Dairy

કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે

૨ હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ – ઉદ્યોગમંત્રીશ્રી – ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ


વાયબ્રન્‍ટ સમિટ પૂર્વે પ્રતિ સપ્તાહ MoUના ઉપક્રમની બે કડીમાં કુલ રૂ. ૨૭૬૧ કરોડના ૧૦ MoU સંપન્ન થયા

ટેક્ષટાઈલ સેક્ટરમાં-૧૮૦૦, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૨૨૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે

2-8

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.

આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે.
આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.

આ ઉપક્રમનાં બીજા તબક્કામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. ૧૪૦૧ કરોડના કુલ રોકાણો સાથે ૪ જેટલા MoU બુધવાર, ૨ ઓગષ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

તદ્‌નુસાર કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહોએ MoU કર્યા હતા.
આ ઉદ્યોગો ભરૂચ જિલ્લાની સાયખા તથા દહેજ GIDCમાં પોતાના ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે ૨૨૮૫ જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે.

ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.

પ્રતિ બુધવારે યોજવામાં આવતા આ MoU સાઈનીંગના ઉપક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. ૨૭૬૧ કરોડના રોકાણોના ૧૦ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

તદ્‌નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-૧૮૦૦, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૨૨૮૫ જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.

આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ વડાપ્રધાનશ્રી નરેન્‍ભાઈ મોદીની મેક ઈન ઈન્‍ડીયા નેમ સાકાર કરતું બેસ્ટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં છે તેના પરિણામે તેઓ પોતાના ઉદ્યોગો ગુજરાતમાં શરૂ કરવા આકર્ષિત થયા છે તેમ જણાવ્યું હતું.

એટલું જ નહિ, રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમીનીસ્ટ્રેશન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં છે તેની પણ પ્રશંસા કરી હતી.

બુઘવાર તા. ૨ ઓગષ્ટે થયેલા MoU અનુસાર સાયખા અને દહેજ GIDC ૨૦૨૪-૨૫-૨૬ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે જે ચાર MoU થયા છે તેમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-૨માં રૂ.૫૦ કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે.

આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમીટેડ સાયખા GIDCમાં રૂ. ૪૯૩ કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે.

હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ રૂ. ૩૦૦ કરોડના રોકાણો સાથે દહેજ-૧માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્‍ટ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્‍ડીયા પ્રા. લિમીટેડ દહેજ-૩માં રૂ.૧૦૮ કરોડના રોકાણ સાથે ડાઈસ એન્‍ડ પિગ્‍મેન્‍ટ ઈન્‍ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્‍ટ શરૂ કરવાના છે.

આ MoU સાઈનીંગ અવસરે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનરશ્રી સંદીપ સાંગલે તથા ઈન્‍ડેક્ષ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: