Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ
નવરચિત મંત્રીમંડળના મંત્રીશ્રીઓનો પરિચય

H S December 12, 2022
13-p1

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેબિનેટ કક્ષાના ૦૮,
રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૦૨ મંત્રીશ્રીઓને અને રાજ્યકક્ષાના ૦૬ મંત્રીશ્રીઓ એમ કુલ ૧૬ મંત્રીશ્રીઓને
આજે હેલિપેડ, ગાંધીનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શપથ લેવડાવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતની ૧૫મી વિધાનસભાના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ડિપ્લોમા સિવિલ
એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વર્ષ-
૨૦૧૭માં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને એક લાખ કરતાં પણ વધુ મતોથી
જીત્યા હતા. વર્ષ-૨૦૨૨માં ઘાટલોડિયા મત વિસ્તારમાંથી ૧.૯૨ લાખની જંગી બહુમતીથી જીત મેળવી હતી.
તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને ત્યારબાદ મેમનગર નગરપાલિકાના પ્રમુખ
તરીકે, અમદાવાદ સ્કૂલબોર્ડના વાઇસ ચેરમેન તરીકે, થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને ત્યારબાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેમની પ્રતિભા કર્મઠ અને નિષ્ઠાવાન સમાજ સેવકની છે. સરદારધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિતની
સંસ્થાઓમાં તેઓ વર્ષોથી યોગદાન આપતા આવ્યા છે. તેઓ આધ્યાત્મિક ગુરુ દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે.
તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનનો શોખ ધરાવે છે.

રાજ્યના નવરચિત મંત્રી મંડળના મંત્રીશ્રીઓનો પરિચય આ પ્રમાણે છે
:: કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ ::
(૧) શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ

બેઠક નંબર : ૧૮૦-પારડી (વલસાડ)
જન્મ તારીખ : ૩જી ફેબ્રુઆરી, ૧૯૫૧ (ઉમરસાડી)
શૈક્ષણિક કારકિર્દી : બી.કોમ., એલએલ.બી. (સ્પેશિયલ)
સંસદીય કારકિર્દી : બે ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી તથા ૧૪મી વિધાનસભામાં નાણા મંત્રી

તરીકે કાર્યરત હતા.
(૨) શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઇ પટેલ
બેઠક નંબર : ૨૨ વિસનગર મત વિભાગ (મહેસાણા)
જન્મ તારીખ : તા. ૩૦ ઓક્ટોબર-૧૯૬૧ (ખેરાલુના સુંઢિયા ગામે)
શૈક્ષણિક કારકિર્દી : ડિપ્લોમા ઈન સિવિલ એન્‍જિનિયરિંગ

સંસદીય કારકિર્દી : બારમી-તેરમી વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી જ્યારે ૧૪મી

ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રી તરીકે કાર્યરત હતા.
(૩) શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ
બેઠક નંબર : ૭૭-જામનગર (ગ્રામ્ય) મત વિભાગ (જામનગર)
જન્મ તારીખ : તા. ૧લી જૂન, ૧૯૫૮ (મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર)
શૈક્ષણિક કારકિર્દી : બી.એ.,એલ.એલ.બી.
સંસદીય કારકિર્દી : વર્ષ ૧૯૯૦-૯૫માં આઠમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૫-૯૭માં નવમી
ગુજરાત વિધાનસભા, ૧૯૯૮-૨૦૦૨માં દશમી ગુજરાત વિધાનસભા,
૨૦૦૭-૧૨માં બારમી ગુજરાત વિધાનસભા અને ૨૦૧૨-૧૭માં તેરમી
ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા. વર્ષ-૧૯૯૫-૯૬માં ગ્રામ
ગૃહનિર્માણ વિભાગ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તરીકે અને ૧૪મી વિધાનસભામાં
કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
(૪) શ્રી બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત

બેઠક નંબર : ૧૯-સિદ્ધપુર મતવિભાગ (પાટણ)
જન્મ તારીખ : તા. ૧ મે, ૧૯૬૨
શૈક્ષણિક કારકિર્દી : ગ્રેજ્યુએટ
સંસદીય કારકિર્દી : એક ટર્મ નગરપાલિકા, બે ટર્મ વિધાનસભા સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા
છે.

(૫) શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા

બેઠક નંબર : ૭૨-જસદણ મતવિભાગ (રાજકોટ)
જન્મ તારીખ : તા. ૧૬ માર્ચ-૧૯૫૫
શૈક્ષણિક કારકિર્દી : બી.એસસી., બી.એડ.
સંસદીય કારકિર્દી : વર્ષ ૧૯૯૫-૯૭માં નવમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૮-૨૦૦૨માં દસમી
ગુજરાત વિધાનસભા, ૨૦૦૨-૦૭મા અગિયારમી ગુજરાત વિધાનસભા,
ર૦૦૭-૧૨માં બારમી ગુજરાત વિધાનસભા સભ્ય અને ૨૦૦૯-૧૪માં પંદરમી
લોકસભાના સભ્ય તરીકે સેવા આપી છે. ૧૪મી વિધાનસભામાં પાણી પુરવઠો,
પશુપાલન, ગ્રામ ગૃહનિર્માણ મંત્રી તરીકે કાર્યરત હતા.

(૬) શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા

બેઠક નંબર : ૮૧-જામખંભાળિયા મત વિભાગ (દેવભૂમિ દ્વારકા)
જન્મ તારીખ : ૨૩ માર્ચ, ૧૯૬૫
શૈક્ષણિક કારકિર્દી : ધો. ૧૨ પાસ
સંસદીય કારકિર્દી : ચાર ટર્મ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખ, પૂર્વ ચેરમેન અને પૂર્વ રાજ્ય

મંત્રી તરીકે સેવા આપી હતી.

(૭) શ્રી કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર

બેઠક નંબર : ૧૨૩-સંતરામપુર (મહિસાગર)
જન્મ તારીખ : તા. ૦૧ જૂન ૧૯૭૦ (મહિસાગર જિલ્લાના, સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે)
શૈક્ષણિક કારકિર્દી : એમ.એ., પીએચ.ડી
સંસદીય કારકિર્દી : વર્ષ-૨૦૧૪-૧૭માં વનવિકાસ નિગમના ચેરમેન, આદિજાતિ મોરચાના
મહામંત્રી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,
વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી છે.
(૮) શ્રી ભાનુબહેન મનોહરભાઈ બાબરીયા
બેઠક નંબર : ૭૧-રાજકોટ ગ્રામ્ય મત વિભાગ (રાજકોટ)
જન્મ તારીખ : તા. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૭૫
શૈક્ષણિક કારકિર્દી : બી.એ., એલ.એલ.બી.
સંસદીય કારકિર્દી : કાઉન્સિલર અને બે ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ (સ્વતંત્ર હવાલો)
(૯) શ્રી હર્ષભાઈ રમેશકુમાર સંઘવી
બેઠક નંબર : ૧૬૫-મજૂરા મત વિભાગ (સુરત શહેર)
જન્મ તારીખ : તા. ૮ જાન્યુઆરી-૧૯૮૫ (સુરત)
શૈક્ષણિક કારકિર્દી : મેટ્રિક
સંસદીય કારકિર્દી : રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપપ્રમુખ, ૧૩મી વિધાનસભાના સભ્ય અને ૧૪મી
ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી, રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ,
નશાબંધી, આબકારી, જેલ તથા સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો) વિભાગના
મંત્રી તરીકે સેવા આપી હતી.
(૧૦) શ્રી જગદીશભાઇ ઇશ્વરભાઇ વિશ્વકર્મા

બેઠક નંબર : ૪૬-નિકોલ મતવિભાગ(અમદાવાદ શહેર)
જન્મ તારીખ : તા. ૧૨ ઓગસ્ટ ૧૯૭૩ (અમદાવાદ)

શૈક્ષણિક કારકિર્દી : એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગ (સર્ટિફિકેટ કોર્સ).
સંસદીય કારકિર્દી : ત્રણ ટર્મ વિધાનસભાના સભ્ય તથા ૧૪મી ગુજરાત વિધાનસભામાં કુટિર
ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન-
પર્યાવરણ, છાપકામ અને લેખન સામગ્રીના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા
આપી હતી.

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ
(૧૧) શ્રી પરસોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી
બેઠક નંબર : ૧૦૩-ભાવનગર (ગ્રામ્ય) મતવિભાગ (ભાવનગર)
જન્મ તારીખ : તા. ૨૩મી મે, ૧૯૬૧
શૈક્ષણિક કારકિર્દી : ઈલે. એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
સંસદીય કારકિર્દી : ૧૦મી વિધાનસભામાં ચૂંટાયા બાદ તા. ૧૩મી માર્ચ ૧૯૯૮થી ગુજરાત
સરકારના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ
અગિયારમી અને બારમી વિધાનસભામાં પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌ
સંવર્ધન વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે. ૧૪મી
વિધાનસભામાં તેઓએ મત્‍સ્‍યોદ્યોગના મંત્રી તરીકે સેવા આપી હતી.

(૧૨) શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ

બેઠક નંબર : ૧૩૪-દેવગઢ બારીયા (દાહોદ)
જન્મ તારીખ : તા.૧લી એપ્રિલ-૧૯૫૫ (ધાનપુર તાલુકાના પીપેરો ગામ)
શૈક્ષણિક કારકિર્દી : એસ.વાય.બી.એ.
સંસદીય કારકિર્દી : વર્ષ-૨૦૦૨ થી ૨૦૦૭માં ૧૧મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે
સેવાઓ આપી છે. ૧૩મી વિધાનસભામાં વર્ષ-૨૦૧૪થી મત્સ્યોદ્યોગ, વન
અને પર્યાવરણ રાજ્ય મંત્રી રહ્યા હતા. ૧૪મી ગુજરાત વિધાનસભામાં ગ્રામ
ગૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન રાજ્ય મંત્રી તરીકે સેવા
આપી છે.

(૧૩) શ્રી મુકેશભાઇ ઝીણાભાઇ પટેલ
બેઠક નંબર : ૧૫૫-ઓલપાડ મત વિભાગ (સુરત)
જન્મ તારીખ : તા. ર૧ માર્ચ, ૧૯૭૦ (સુરત)
શૈક્ષણિક કારકિર્દી : એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલ સુધીનો અભ્યાસ

સંસદીય કારકિર્દી : ૧૩મી વિધાનસભાના સભ્ય અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં કૃષિ,

ઊર્જા અને પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી છે.
(૧૪) શ્રી પ્રફુલ્લભાઈ છગનભાઈ પાનસેરિયા

બેઠક નંબર : ૧૫૮-કામરેજ મતવિભાગ (સુરત)
જન્મ તારીખ : તા. ૧ જૂન, ૧૯૭૧
શૈક્ષણિક કારકિર્દી : એમ.એ. પોલિટિકલ
સંસદીય કારકિર્દી : બે ટર્મ કાઉન્સિલર અને એક ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

(૧૫) શ્રી ભીખુસિંહ ચતુરસિંહ પરમાર
બેઠક નંબર : ૩૧-મોડાસા મત વિભાગ (અરવલ્લી)
જન્મ તારીખ : તા. ૧ જૂન, ૧૯૫૪
શૈક્ષણિક કારકિર્દી : ઓલ્ડ એસ.એસ.સી.
સંસદીય કારકિર્દી : સાબર ડેરીના પૂર્વ ડાયરેકટર રહી ચૂક્યા છે.

(૧૬) શ્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ

બેઠક નંબર : ૧૫૭-માંડવી મત વિભાગ (સુરત)
જન્મ તારીખ : તા. ૧ જૂન, ૧૯૬૭
શૈક્ષણિક કારકિર્દી : એમ.એ., બી.એડ.
સંસદીય કારકિર્દી : એક ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.

.. .. .. .. .. .. .. ..

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ નું નવું પ્રધાન મંડળ
Next: વડાપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ વિમાન મથકેથી ભાવસભર વિદાય
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.