Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને મેઘનિર્ઘોષના સંયુક્ત ઉપક્રમે ‘વીર સાવરકર – ભારતના મહાનાયક’ વિષય પર આયોજિત સેમિનારમાં પ્રેરક ઉપસ્થિતિ

H S February 26, 2023
26 sa2

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લેખક રસિક બા કેસરિયા દ્વારા લેખિત પુસ્તક ‘મહાપરાક્રમી સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું વિમોચન**

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને મેઘનિર્ઘોષના સંયુક્ત
ઉપક્રમે ‘વીર સાવરકર – ભારતના મહાનાયક’ વિષય પર આયોજિત સેમિનારમાં જણાવ્યું હતું કે, વીર સાવરકર ભારતના
સ્વાતંત્ર્ય સંગ્રામના અનસંગ હિરો છે. આજે આવા જ વ્યક્તિત્વનું પૂણ્ય સ્મરણ કરવાનો આ અવસર આજની પેઢીનો અને
આવનારી પેઢીઓનો રાષ્ટ્રહિત પ્રબળ કરશે.

મુખ્યમંત્રી શ્રી એ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રીએ વીર સાવરકરને ‘અનેક વિશેષતાઓથી ભરેલું વ્યક્તિત્વ’ પણ કહ્યું છે.
વીર સાવરકરના જીવન કાર્યો વિશે જેટલું બોલીએ, વાંચીએ, લખીએ તેટલું ઓછું જ છે. આપણી યુવા પેઢી, આવનારી પેઢી
સાવરકરને ભુલે નહીં, સાવરકરના ત્યાગ, બલિદાન અને વિચારોને જાણે-સમજે તે જોવાની આપણા સૌની જવાબદારી છે એમ
મુખ્યમંત્રી શ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું


તેમણે વધુમાં કહ્યું કે, ભારતની સનાતન પરંપરાને માનનારા વીર સાવરકર અંગ્રેજી આક્રાંતાઓ સામે સશસ્ત્ર ક્રાંતિ
કરવાના પ્રણેતા હતા. આમ વીર સાવરકરને યાદ કરવાના કારણો હજાર છે, પણ ભુલવાનું કારણ એક પણ નથી.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લેખક રસિકબા કેસરિયા દ્વારા લેખિત પુસ્તક ‘મહાપરાક્રમી
સ્વાતંત્ર્યવીર સાવરકર’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રી શ્રીના હસ્તે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રારંભ કરાયેલ ઓનલાઈન
પોર્ટલનું પણ લૉન્ચ પણ કરાયું હતું.
આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતી અમિબેન ઉપાધ્યાય, ભારતીય
જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સુધાંશુ ત્રિવેદીજી, મેઘનિર્ઘોષના સ્થાપક અને ટ્રસ્ટી શ્રી મેહુલ ગાંધી, લેખક શ્રી રસિક બા
કેસરીયા ઉપસ્થિતિ રહ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત ‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં’ સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Next: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૌપ્રથમ વખત મહાનગરપાલિકા કક્ષાએ યોગ સ્પર્ધાનું આયોજન
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.