Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

મહાત્મા ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે છે – ગાંધીમૂલ્યોમાંથીઆપણે ઘણું શીખવાનું છે: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રી એન્થની અલ્બનીઝ

H S March 8, 2023
8 ash1

ગુજરાતના પ્રવાસે આવેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી
હતી. ભારતના આઝાદી આંદોલનના કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમના પરિસરમાં આવેલ
ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.

ગાંધી આશ્રમની ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની આ મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને
મુખ્યસચિવશ્રી રાજકુમાર પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના
તૈલચિત્રને સુતરની આંટી પહેરાવી વંદના કરી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો કાંતવાની પ્રક્રિયાનું નિદર્શન કર્યું હતું .

ગાંધી આશ્રમની મુલાકાતના તેમના અનુભવ અને અનુભૂતિને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને વિઝિટર્સ બુકમાં વર્ણવતા લખ્યું
હતું કે “પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પવી એ એક મહાન સન્માનની વાત છે. તેમના આદર્શો અને જીવન મૂલ્યો આજે
પણ વિશ્વને પ્રેરણા આપે છે. ગાંધીમૂલ્યોમાંથી આપણે ઘણું શીખવાનું છે.”

સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અગ્રણીઓએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીનું ગાંધી ચરખો તથા પુસ્તક આપીને સ્વાગત-
સન્માન કર્યું હતું તથા તેમની મુલાકાત દરમિયાન તેમને આશ્રમ સંબંધિત વિવિધ માહિતી પુરી પાડી હતી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની ગાંધી આશ્રમની મુલાકાત સમયે રાજ્યના પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લ, અમદાવાદ
પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી શ્રી વિજય નેહરા,
અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.ધવલ પટેલ, AMC ના ડેપ્યુટી કમિશ્નર શ્રી પ્રવીણ ચૌધરી, વગેરે પણ ઉપસ્થિત રહ્યા
હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ભારત અને ઓસ્ટ્રેલિયાના ગાઢ શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું
આયોજન; ગિફ્ટ સિટી ખાતે સ્થપાશે પ્રથમ ફોરેન યુનિવર્સિટી કેમ્પસ
Next: ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની અલ્બેનીઝનું અમદાવાદ વિમાની મથકે ઉષ્માસભર સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.