Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

“ભારત માતા કી જય” ના નાદ સાથે વેરાવળ રેલવે સ્ટેશન ગૂંજી ઉઠ્યું

H S April 21, 2023
21 ja2

સૌરાષ્ટ્રના આવકાર અને આગતા સ્વાગતા લાજવાબ છે, મહેમાન ગતિ શ્રેષ્ઠ છે – સૌરાષ્ટ્રની સફરથી ધન્યતા અનુભવતા તમિલ બંધુનો પ્રતિભાવ 

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન તમિલ ભગિની બંધુઓને આવકારવામાં આવ્યા હતા. તમિલ ભગિની બંધુઓએ સૌરાષ્ટ્ર ખાતે તેમના આગમન બાબતે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તમિલ બાંધવશ્રીએ કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્રની આ સફર દરમિયાન અહીં ખોરાક પાણી લેવા માટે પૃચ્છા કરવામાં આવે છે, અહીંની મહેમાન ગતિ એટલી શ્રેષ્ઠ છે. થોડી થોડી વારે એમના દ્વારા થઈ રહેલા આ આવકાર અને આગતા સ્વાગતા લાજવાબ છે.

સફર દરમિયાન થોડી પણ બિમારી હોય તો તરત ડોકટર સારવાર માટે દવા સાથે હાજર હોય છે. અમારામાંથી એકને બિમાર હોવાનું અનુભવાતું હતું તે સમયે તરત જ ડોકટરે એ અંગે માર્ગદર્શન, સારવાર અને દવા સાથે સાંત્વના અને હૂંફ આપ્યા. વધુ આવશ્યક લાગે તો દવાખાના સુધી જવા માટે પણ તેમણે તૈયારીઓ હોવાનું દાખવ્યું હતું. પરંતુ અમારે આગળ સફર કરવી હતી. અતિશયોક્તિ વિના કહી શકાય એમ છે કે અહીંનો આતિથ્ય અને સત્કાર ભાવ લાજવાબ છે. એમના પ્રતિભાવ બાદ તેમણે “ભારત માતા કી જય” નો નાદ કર્યો હતો અને તે સાથે તમિલ ભગિની બાંધવોએ તે નાદ ઝીલી લેતા વેરાવળ રેલવે સ્ટેશન ગૂંજી ઉઠ્યું હતું.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથથી ૩૦૦ જેટલા સૌરાષ્ટ્રીયન તમિલો બાંધવો દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા છે. ઝાંઝરી ગૃપ દ્વારકા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝાંઝરી ગૃપના અલોકભાઈ પાઢે જણાવ્યું હતું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી હજારો વર્ષો પૂર્વે તમિલનાડુમાં સ્થાયી થયા હતા. જેને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા સૌરાષ્ટ્રીયન તમિલોને તેમની માતૃભૂમિ સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રીયન તમિલોને દ્વારકા ખાતે આવકારવા માટે અમારા ગૃપમાં ભારે ઉત્સાહ છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Saurashtra Tamil Sangam (સૌરાષ્ટ્ર તમિલ સંગમ)

Post navigation

Previous: અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની પહેલ
Next: ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ના સૂત્રને સાર્થક કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
Follow

Recent Posts

  • ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરતા અમેરિકા લાલઘૂમ, તાત્કાલીક જળમાર્ગ ખોલો નહીં તો…’
  • લાદેન છુપાયો હતો તે દેશ પર ભરોસો ન કરાય: અમેરિકા સુધી પહોંચી શકે છે પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ
  • Operation Searchlight : 1971ના બંગાળી હિન્દુઓ પરના અત્યાચારને નરસંહાર જાહેર કરો
  • ગુજરાતમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
  • સુરત ફેક કરન્સી કૌભાંડ: યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.