Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

Operation Searchlight : 1971ના બંગાળી હિન્દુઓ પરના અત્યાચારને નરસંહાર જાહેર કરો

Chief Editor March 22, 2026
Operation Searchlight Genocide

Declare 1971 Pak Atrocities Against Bengali Hindus 'Genocide': US Politician Greg Landsman

અમેરિકા (America) ની પ્રતિનિધિ સભામાં એક ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 1971 માં પાકિસ્તાની સેના (Pakistan Army) દ્વારા બંગાળી હિન્દુઓ વિરુદ્ધ આચરવામાં આવેલા અત્યાચારોને ‘નરસંહાર’ (Genocide) જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ઓહાયોના ડેમોક્રેટ સાંસદ ગ્રેગ લેન્ડ્સમેન (Greg Landsman) દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવમાં પાકિસ્તાની સેના અને તેના સહયોગી સંગઠન જમાત-એ-ઇસ્લામી (Jamaat-e-Islami) દ્વારા કરવામાં આવેલા માનવતા વિરુદ્ધના ગુનાઓની કડક નિંદા કરવામાં આવી છે.

શું હતું ઓપરેશન સર્ચલાઈટ?
25 માર્ચ 1971 ની રાત્રે પાકિસ્તાન સરકારે શેખ મુજીબુર રહેમાન (Sheikh Mujibur Rahman)ની ધરપકડ કરી અને પૂર્વ પાકિસ્તાનમાં ‘ઓપરેશન સર્ચલાઈટ’ (Operation Searchlight) નામે હિંસક દમન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં લાખો નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. તત્કાલીન અમેરિકન મહાવાણિજ્ય દૂત આર્ચર બ્લડ (Archer Blood) એ વોશિંગ્ટનને મોકલેલા ટેલિગ્રામ (Telegram), જે ‘બ્લડ ટેલિગ્રામ’ (Blood Telegram) તરીકે ઓળખાય છે, તેમાં સ્પષ્ટપણે આ ઘટનાને ‘પસંદગીયુક્ત નરસંહાર’ ગણાવ્યો હતો.

હિન્દુઓને નિશાન બનાવી કરાઈ હત્યાઓ
આ પ્રસ્તાવમાં ઉલ્લેખ છે કે પાકિસ્તાની સેનાએ ખાસ કરીને લઘુમતી હિન્દુ (Hindu) સમુદાયને નિશાન બનાવ્યો હતો. આંકડા મુજબ, આ હિંસામાં અંદાજે 30,00,000 (30 લાખ) લોકોના મોત થયા હતા અને 4,00,000 (4 લાખ) મહિલાઓ પર દુષ્કર્મ (Rape) ગુજારવામાં આવ્યું હતું. બુદ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓની સંગઠિત રીતે હત્યા કરવામાં આવી હતી. પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી છે કે આ ઘટનાઓને યુદ્ધ અપરાધ (War Crimes) તરીકે માન્યતા આપવામાં આવે.

અમેરિકા પાસે ન્યાયની આશા
સાંસદ લેન્ડ્સમે (Greg Landsman)ને ભારપૂર્વક જણાવ્યું છે કે ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ સામૂહિક હત્યાઓ, જબરદસ્તી ધર્માંતરણ (Forced Conversion) અને દેશનિકાલ જેવી ઘટનાઓ માનવતા પર કલંક છે. આ પ્રસ્તાવ હવે વિદેશી બાબતોની સમિતિ (Foreign Affairs Committee) ને મોકલવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ પસાર થાય છે, તો તે ૧૯૭૧ના પીડિતો માટે ન્યાયની દિશામાં મોટું પગલું ગણાશે અને પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે મુશ્કેલીઓ વધી શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Genocide (નરસંહાર) Operation Searchlight (ઓપરેશન સર્ચલાઈટ) Pakistan (પાકિસ્તાન) Sheikh Mujibur Rahman (શેખ મુજીબુર રહેમાન) USA (અમેરિકા) બંગાળી હિન્દુ (Bengali Hindu)

Post navigation

Previous: ગુજરાતમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
Next: લાદેન છુપાયો હતો તે દેશ પર ભરોસો ન કરાય: અમેરિકા સુધી પહોંચી શકે છે પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ
Follow

Recent Posts

  • પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના PAની હત્યા, ભાજપે ગુંડાઓના સફાયાની આપી ચેતવણી
  • અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટની ભૂલ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદારઃ FIP
  • પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીએમસીમાં નેતા અને અધિકારીઓના ટપોટપ રાજીનામા પડવા લાગ્યા
  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને યથાવત રાખ્યો
  • WRWWO-અમદાવાદ દ્વારા 30 રેલવે કર્મચારી સન્માનિત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.