દલાસ માં ફાલ્ગુની પાઠક ના ગરબા ની રમઝટ જોવામળી હતી. લગભગ ૩૦૦૦ ભાઈ અને બહેનો ગરબામાં ઘૂમ્યા હતા. હી ઇંડિયા અને S R entrainmentnના માનકે શ રાવ અને અલકા રાવ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યા હતા. મુખ્ય સ્પોન્સર પટેલ બ્રધર્સ અને તીલક જ્વેલર્સ હતા ફાલ્ગુની પાઠકે પોતાના ફેવરીટ ગરબા ગાઈને સોના મન જીતી લીધા હતા. ફાલ્ગુની ગરબા ગાવામાં તુષાર ત્રિવેદી અને સંજય સાવંત પોતાની બધીજ એનર્જી આ ગરબા મા ઊપયોગ કર્યો હતો. ફાલ્ગુની પાઠકના ગરબાની રાહ ગુજરાતીઓ ઘણા દિવસથી જોતા હતા અંતે દરેકે રાસ ગરબાનો લાભ લીધો હતો.