Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત ભાઇ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં ઊભી થયેલી પરિસ્થિતિ ની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા

H S June 17, 2023
18 A1

૦૦૦૦

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહીને વર્તમાન સ્થિતિનો ખ્યાલ મેળવ્યો

૦૦૦૦

કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ માંડવી સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલ ખાતે પહોંચીને નવજાત શિશુ, પ્રસૂતા અને સગર્ભા માતાઓના ખબર અંતર પૂછ્યા

૦૦૦૦

કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ કાઠડાના આર્ય ફાર્મની મુલાકાત લઈને ખેડૂતો પાસેથી પાક નુકસાન વિશે વિગતવાર જાણકારી મેળવી

૦૦૦૦

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.

વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના ભાગરૂપે સર્ગભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આ તમામ માતાઓ કે જેમની ડિલિવરી વાવાઝોડા દરમિયાન થઈ હતી તેમની સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત, તમામ સગર્ભા માતાઓના તેમજ નવજાત શિશુઓના ખબર અંતર પૂછીને હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.

ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે માંડવી નલીયા રોડ પર આવેલા કાઠડા ખાતેના આર્ય ફાર્મની મુલાકાત લીધી હતી.
ત્યાં સ્થાનિક ખેડૂતો, કિસાન સંઘના આગેવાનો, ગામજનોને સાથે સંવાદ કરીને પાક નુકસાની વિગતો મેળવી હતી.
દાડમ અને ખારેકના પાકને નુકસાન થયું છે તે અંગે ખેડૂતોઓએ ગૃહમંત્રીશ્રીને માહિતી આપી હતી.

આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને વાવાઝોડા બાદ કચ્છની પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વાવાઝોડામાં‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે અસરગ્રસ્ત જિલ્લામાંઓમાંથી કુલ-૧૧૫૨ સગર્ભા બહેનોનું સલામત સ્થળાંતર: જેમાંથી ૭૦૭ની સફળ પ્રસૂતિ
Next: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.