Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરીકાના લોસ એન્જેલસ  ના સૌ વૈષ્ણવોના મનોરથ રૂપે શ્રીજી મંદિરમાં  નવી હવેલીના નિર્માણ અર્થે ભૂમિપુજન સંપન થયુ…

H S March 20, 2023
20 us3


   સૌ વૈષ્ણવોના મનોરથ રૂપે શ્રીજી મંદિર,બેલફ્લાવર માં  નવી હવેલી ના નિર્માણ અર્થે તા ૧૮ મી માર્ચના રોજ ભૂમિપુજન ઉત્સવ શ્રી કૃષ્ણઃ શરણં મમ અને યમુનાજીની સ્તુતિ સાથે સંપન થયો. આશરે ૫૦૦ થી વધુ વૈષ્ણવો આ ઉત્સવમાં સહભાગી થયા. બધાજ વૈષ્ણવોએ પોતાના નામ વાળી બ્રીક્સ નું પૂજન કર્યું અને દરેક હાજર વૈષ્ણવોએ શાંતિયજ્ઞમાં આહુતિ આપી. બધાજ વૈષ્ણવોનો એકજ સુર એ હતો કે ‘ખુબ સુંદર આયોજન’  થી સૌએ આયોજકો અને સ્વયંમસેવકોના કાર્યને હ્રદયથી બિરદાવ્યા.


 કાર્યક્રમ બાદ સૌ વૈષ્ણવોએ આજે એકાદશી હોવાથી ફરારી મહાપ્રસાદ લઈને સંસ્મરણો વાગાળતા છૂટા પડયા. બીજા દિવસે તા ૧૯ મી માર્ચ ના રોજ આ શ્રીજીમંદિર બેલફ્લાવર નો છથ્થો પાટોત્સવ પણ ઉજવવામાં આવેલ…. આ પ્રસંગે ખાસ  ભજન અને કીર્તન પણ રાખવામાં આવેલ જેની રજુઆત પોતાના મધુર કંઠમાં જાણીતા ભજનીક જયશ્રીબેન ગોહીલે કરી,  તેમજ તબલા પર સંગત શ્રી ગોપાલભાઈ શ્રોફે આપી તેમજ શ્રી કિરણભાઈ સંપતે કીબોર્ડ પર પોતાની આગવી કલા રજુ કરી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું. આ સાથે ” સોનામા સુગંધ ભળે તેમ ” રંગશ્રી ડાન્સીસ ઓફ ઈન્ડીયાના પોલામી પંડીત અને તેમના વૃન્દ સાથે કૃષ્ણ પ્રેમ ના નૃત્યોની રજુઆત કરી હાજર સૌના દિલ જીતી લીધા હતા. સાથે કવિતા તેલી અને વિશાખાએ પણ નૃત્ય ની રજુઆત કરી હતી.
                                                                            ( તસ્વિર અને માહિતી:- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે રાજયોગિની દાદી રતનમોહિનીજીના ૯૯માં જન્મોત્સવ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ
Next: સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ‘વર્લ્ડ ઓરલ હેલ્થ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી
Follow

Recent Posts

  • India vs England: હાર્દિક પંડ્યા વનડે શ્રેણીમાંથી બહાર, વિરાટ પર સસ્પેન્સ
  • આમિર ખાન 61 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન: 5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે નિકાહ નહીં પરંતુ રજિસ્ટર્ડ મેરેજ કરશે
  • SpaceX $60 બિલિયનમાં ખરીદશે ભારતીય મૂળના અમન સંગરનું AI સ્ટાર્ટઅપ Cursor
  • પાકિસ્તાનમાં કઝિન મેરેજના ટ્રેન્ડથી વૈજ્ઞાનિકો ચોંકી ગયા? રિસર્ચમાં સામે આવ્યું ‘હ્યુમન નોકઆઉટ’નું અનોખું રહસ્ય
  • મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિએ 290 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન જવા માટે વિઝા મંજૂર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.