
ભારત ના અયોધ્યા ખાતે તારીખ ૨૨મી જાન્યુઆરી ના શ્રી રામલલાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ની સાથે સાથે એજ સમયે એટલે અત્રે ના ૨૧મી ની સાંજે ગાયત્રિ મંદિરમાં એનાહેમ ખાતે હનુંમાન ચાલિસા તેમજ શ્રી રામલલા ના ભજન-કિર્તન માટે લગભગ ૨૦૦ જેટલા ભવિકો આ ઐતિહાસિક ક્ષણમાં મોદી સાહેબની સિધ્ધિની ઉજવણી કરવા એકત્ર થયા હતા, આ ભજન કિર્તન માં સર્વશ્રી નીકુંજભાઈ મિસ્ત્રી,નીકીબેન ભટ્ટ,સુક્રિતાબેન શર્મા વગેરે એ સુંદર રજુઆત કરી હતી અને તેમને ઢોલકની સંગત અમરીશ ભોજકે આપી હતી.

કાર્યક્રમના અંતમાં મંદિરની નિયમીત આરતી ની સાથે અસંખ દીપક પ્રગટાવ્યા પણ કરવામાં આવ્યા હતા…. તેમજ ખાસ ભાવિકો રામલલાના મંદિર ની કૃતિ વાળી સૂદર કૅક પણ લાવ્યા હતા….કૅક કટીંગ બાદ સૌ ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરી છુટા પડયા હતા… આ કાર્યક્રમમાં મંદિરના સર્વશ્રી ભાનુંભાઈ પંડયા,કુસુમબેન પંડયા,કુસુમબેન પટેલ ,ભાવનાબેન પટેલ, રાજુભાઈ પટેલ,કૌશિકભાઈ પટેલ,અમરતભાઈ પટેલ સૌ એ સારી જહેમત ઉઠાવી હતી.
( માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

 
				 
						 
						 
                             
                             
                             
                             
                             
                                
                                
                               