Breaking News

RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારતીય વાયુદળના દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ગાંધીનગરમાં લીધી હતી.
એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ૧ લી મે-ર૦ર૩ થી SWAC ના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફનો પદભાર સંભાળ્યો છે.
SWAC અંતર્ગત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોનો સમાવેશ થયેલો છે.


આ દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના વડાનો પદભાર સંભાળતા પૂર્વે એર માર્શલ તિવારી ભારતીય વાયુ દળના મુખ્યમથક ખાતે ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યરત હતા.
ભારતીય વાયુદળમાં ફાયટર પાયલટ તરીકે ૧૯૮૬ માં જોડાયેલા શ્રી તિવારી વાયુદળના વિવિધ પ્રકારના એરક્રાફ્ટની કુલ ૩૬૦૦ કલાકની ઊડાનનો અનુભવ ધરાવે છે. તેમની ઉત્કૃષ્ટ સેવાઓની કદર રૂપે તેમને ર૦૦૮માં રાષ્ટ્રપતિશ્રીનો વાયુ સેના મેડલ અને ર૦રર માં અતિ વિશિષ્ટ સેવા મેડલના સન્માન પ્રાપ્ત થયેલા છે.
SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા મુલાકાત માટે મળ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં બિપરજોય વાવાઝોડાની આપત્તિમાં વાયુસેનાએ ગુજરાતને મદદ માટે દાખવેલી તત્પરતા અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન આ સૌજ્ન્ય મુલાકાતમાં સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: