Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભા ખાતે એક દિવસીય મેડિકલ કેમ્પ યોજાયો

H S March 27, 2023
27 aro1

3 P (પોલીસ, પત્રકાર અને પોલીટીસીયન્સ) રાઉન્ડ ધ કલોક પ્રજા કલ્યાણની મહત્વની કામગીરી કરે છે , તેમની નિયમિત આરોગ્ય તપાસ જરૂરી ::- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે ગુજરાત વિધાનસભામાં એકદિવસીય મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો..
ધારાસભ્યશ્રી ઓ અને મીડિયા કર્મીઓ માટે યોજાયેલ આ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો…


બ્લડ ટેસ્ટ, ઇ.સી.જી તપાસ સાથે સ્કીન, ઓર્થોપેડીક,ઇએનટી સહિતના વિભાગની ઓ.પી.ડી. સેવા, આયુર્વેદિક તપાસની સેવા આ કેમ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી..
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સમગ્રતયા આરોગ્યલક્ષી આયોજન માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને શુભકામનાઓ પાઠવી હતી.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રવર્તમાન જીવનશૈલીને જોતા નિયમિત આરોગ્ય તપાસ જરુરી બની રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 3 P (પોલીસ, પત્રકાર અને પોલીટીસીયન્સ) રાઉન્ડ ધ કલોક પ્રજા કલ્યાણની મહત્વની કામગીરી કરતા હોય ત્યારે તેમણે તણાવમુક્ત રહેવા માટે નિયમિત આરોગ્ય તપાસ કરાવીને જરુરી સારવાર મેળવવી જોઈએ…

આ મેડિકલ કેમ્પમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, ધારાસભ્યશ્રીઓ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટશ્રી, ડૉ. અનીલ ચૌહાણ સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા….

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ખાવડા ખાતેના વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ પાર્કની ૧૦૦ ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે: ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
Next: અમદાવાદના બોપલ ખાતે Run For Environment & Climate On G-20 કાર્યક્રમ યોજાયો
Follow

Recent Posts

  • સુરત ફેક કરન્સી કૌભાંડ: યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો
  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.