Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

H S July 23, 2023
23-7 semi1

રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિશે છ દિવસ પ્રદર્શન યોજાશે

**

ગાંધીનગર, 23 જુલાઈ: સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28 જુલાઈ, 2023ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ 30 જુલાઈ સુધી ચાલશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર જનતા માટે 25 જુલાઈના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવશે

સેમીકન્ડક્ટર ક્ષેત્ર સાથે સંકળાયેલી દિગ્ગજ કંપનીઓ સેમિકોન ઇન્ડિયા 2023માં આવશે ગુજરાતને દ્વાર
**

આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશેષ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેને 25 જુલાઈથી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ એક્ઝિબિશન પણ 30 જુલાઇ સુધી કાર્યરત રહેશે.

એક્ઝિબિશનની મુલાકાતે આવનારા લોકોને સેમીકન્ડક્ટર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક તકનીકો અને નવીનીકરણ અંગે વિસ્તૃત જાણકારી મળશે. એન્જીનિયરીંગ, ડીપ્લોમાં અને અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ માટે એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન વિષે જાણવા મળશે, તથા આ ક્ષેત્રે કારકિર્દી ઉપયોગી વિશેષ જાણકારી મેળવવાની ઉત્તમ તક મળશે.

આ કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવે અને કમ્યુનિકેશન મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ ; વિદેશ મંત્રી શ્રી સુબ્રમણ્યમ જયશંકર તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશીપ મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. ઉપરાંત, અગ્રણી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વડાઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતમાં રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશન યોજાશે

ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન કરવામાં આવશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા પણ કરવામાં આવશે.

આ એક રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ છે, જેમાં ભાગ લેવાથી સેમીકન્ડક્ટર ઉદ્યોગને નેટવર્કિંગ, ટેક્નોલોજી પ્રદર્શન અને વેપાર માટેની તકોનો લાભ મળશે. સેમિકોન ઇન્ડિયા ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે એક મહત્વની ઇવેન્ટ સાબિત થશે.

આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાતો ભારતમાં આ ક્ષેત્રમાં નવી તકોને લઇને પોતાનો અનુભવ અને મંતવ્યો રજૂ કરશે. આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.

સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકાર દ્વારા સેમીકન્ડક્ટર પોલિસી (2022-2027) જાહેર કરવામાં આવી છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ આપવા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ડિઝાઈન ક્ષેત્ર માટે IT/ITes પોલિસી જાહેર કરી છે.

સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી સાથે ગુજરાત સરકારે ₹ 22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે એમઓયુ સાઇન કર્યા

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન, અમેરિકન પ્રમુખ શ્રી જો બાઇડેને માઇક્રોન ટેક્નોલોજી કંપની દ્વારા ભારતમાં સેમીકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ (ATMP) ફેસેલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઓમાંની એક એવી સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે ₹22,500 કરોડ કરતાં વધુના પ્રોજેક્ટ માટે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. આ રોકાણ દ્વારા ATMP ફેસેલીટી શરૂ કરવા ગુજરાતના સાણંદની પસંદગી કરવામાં આવી છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: શ્રીમતી સુનીતા અગ્રવાલજીએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા
Next: પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગમાં સહકાર આપવા સહકારી ક્ષેત્રના આગેવાનોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અપીલ

Related News

Gujarat Board Exam

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Chief Editor February 26, 2026
Surat Police Filmy style Crime Detection 

Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Chief Editor February 25, 2026
Surat Vesu Mass Suicide

સુરતના વેસુમાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

Chief Editor February 25, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.