Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

રાજ્યની પાંચ નગરપાલિકાઓને સ્વર્ણિમ જ્યંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિવિધ વિકાસ કામો માટે ૮૫ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

H S August 21, 2022
5-8-drawn-1

નગરોમાં ઈઝ ઓફ લિવીંગ વધારવાની નેમ

•••••••••••••••••

ધ્રાંગધ્રાના માનસર તળાવ બ્યુટિફીકેશન માટે રૂપિયા ૪.૨૫ કરોડ ફાળવાશે

માણસાના ચંન્દ્રાસર તળાવ બ્યુટિફીકેશન માટે રૂપિયા ૪.૮૭ કરોડના કામો

હાધ ધરાશે
□□□□□□□□

કડીમાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અંતર્ગત રૂપિયા ૪૪.૮૩

લાખના ૯ કામો મંજૂર


વડનગરમાં ૫૦૫૧ ઘરરો ગટર લાઈન મુખ્ય લાઈન સાથે જોડવાના રૂપિયા ૩.૫૩

કરોડના કામો હાથ ધરાશે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વિવિધ જનસુખારીના આયોજનબદ્ધ કામો હાથ
ધરી ઈઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે પાંચ નગરપાલિકાઓને રૂ. ૮૫ કરોડના વિકાસ
કામો હાથ ધરવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રીશ્રીએ ધ્રાંગધ્રા, માણસા, કડી,
વડનગર અને બાવળા નગરપાલિકામાં આ કામો હાથ ધરવા માટે ગુજરાત મ્યુનિસિપલ
ફાઈનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવપલપમેન્ટ મિશન દ્વારા રજૂ થયેલી દરખાસ્તોને
અનૂમતિ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારના માનસર તળાવના બ્યુટિફીકેશન
માટે રૂ. ૪.૨૫ કરોડ આગવી ઓળખ ઘટકના કામો માટે મંજૂર કર્યા છે એટલુંજ નહી માણસા
નગરપાલિકા વિસ્તારના ચન્દ્રાસર તળાવના બ્યુટિફીકેશન માટે તેમણે રૂ. ૪.૮૭ કરોડના કામો
મંજૂર કર્યા છે.
૨૪૮ એકરમાં ફેલાયેલા ચન્દ્રાસર તળાવના બ્યુટિફીકેશન અન્વયે પ્લાન્ટેશન, વોક વે, વરસાદી
પાણી માટે ઈન્લેટ પાઈપ, ગાર્ડન, લેન્ડસ્કેપીંગ અને તળાવ નવીનીકરણ માટે આ રકમ
ઉપયોગમાં લેવાશે.
શ્રી ભુપેન્દ્ર પટેલે સ્વર્ણિમજ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જન
ભાગીદારી ઘટકમાં રૂ. ૪૪.૮૩ લાખના ખર્ચે ૯ કામો હાથ ધરવાની કડી નગરપાલિકાને મંજૂરી
આપી છે. તદઅનુસાર આર.સી.સી. રોડ, પાણીની લાઈન, તથા પેવર બ્લોકના કામો દ્વારા
૪૫૮ કુટુંબોને લાભ અપાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત મહેસાણા જિલ્લાની વડનગર નગરપાલિકા વિસ્તારના ૫૦૫૧
ઘરોની ગટર લાઈનોને મુખ્ય ગટર સાથે જોડવા રૂ. ૩ કરોડ ૫૩ લાખ ૫૭ હજાર રૂપિયા મંજૂર
કર્યા છે.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જન ભાગીદારી ઘટક તહેત ખાનગી
સોસાયટીના ઘરોની ગટર લાઈન સાથે જોડાયેલી ન હોય તેવી સોસાયટીના ઘરને પરિવાર
દીઠ રૂ. ૭ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે આ સહાય રૂપે વડનગર
નગરપાલિકાને ૫૦૫૧ ઘરોના ગટર જોડાણ પેટે રૂ. ૩.૫૩ કરોડની રકમ રિજિયોનલ
મ્યુનિસિપલ કમિશ્નરશી, ગાંધીનગર દ્વારા અપાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ કામો ઉપરાંત બાવળા નગરપાલિકાની ભુગર્ભ ગટર યોજના માટે ૭૧.૮૦
કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. બાવળા નગરપાલિકાના ગામતળ વિસ્તારમાં હયાત ભુગર્ભ
લાઈન અંદાજે ૨૫ વર્ષ જૂની છે. એટલુંજ નહી બાવળા નગરપાલિકાને ૧૦ ઝોનમાં વહેંચવામાં
આવેલી છે. અગાઉ નગરપાલિકામાં ૨૦૧૫ના વર્ષમાં પુર્ણ થયેલ ભુગર્ભ ગટર યોજનામાં
ગામતળની જૂની ગટર વ્યવસ્થા હોવાથી ઝોન ૧ થી ૫ નો સમાવેશ થયેલો નહતો.
બાવળા નગરપાલિકામાં ૨૬ કિ.મી.નું નેટવર્ક કાર્યરત છે. તેમજ હાલની ૯૦,૧૪૦ની
વસ્તિમાંથી ૪,૩૭૫ ઘરોને આ સૂચિત યોજનામાંથી ગટર જોડાણનો લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ ગટર યોજનાના કામોની સૈધ્ધાંતિક મંજૂરીના પરિણામે પ્રવર્તમાન
અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા સાથે નવીન વિકસીત વિસ્તારોનો પણ
સમાવેશ કરવામાં આવશે.
આ સૂચિત ભુગર્ભ ગટર યોજનામાં સીવર કલેક્ટીંગ સિસ્ટમ, હયાત બ્લોકેજ લાઈન તથા
પંપીંગ મશીનરી દૂર કરવી, હાઉસ કનેક્શન, રાઈઝીંગ મેઈન,પંપીંગ સ્ટેશન તથા મશીનરી,
રોડ રિસરફેસીંગ, કમ્પાઉન્ડ વોલ તેમજ નવીન વિસ્તાર ઝોન-ડીમાં STP વગેરેના કામો હથ
ધરાશે.

……………….

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન
Next: રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવતુ ‘ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિમિટેડ’
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.