Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

રાજ્યના દરેક જિલ્લામાં ૧ જેટિંગ મશીન કાર્યરત થાય તે દિશામાં કામગીરી હાથ ધરાઇ-પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

H S April 5, 2023
5 jetty

ગ્રામવિકાસ કમિશ્નરની કચેરી દ્વારા હાલ ૨૦ જિલ્લામાં જેટીંગ મશીન કાર્યરત કરાઇ છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચાના અનુસંધાનમાં પ્રેસ મીડિયાને સંબોધતા પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક જેટિંગ મશીન ઉપલબ્ધ બને તે માટેની જરૂરી સૂચના આપવામાં આવી છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સાફ-સફાઇના કામોમાં અત્યંત ઉપયોગી એવી જેટિંગ મશીન રાજ્યના તમામ જિલ્લામાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં સરકારે કામગીરી હાથ ધરી છે. ગ્રામવિકાસ કમિશ્નરની કચેરી દ્વારા હાલ રાજ્યના 20 જિલ્લાઓમાં જેટિંગ મશીન કાર્યરત કરાઇ છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં સત્વરે મશીન ઉપલબ્ધ બને તે માટેની વ્યવસ્થા સરકારે હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સાફ-સફાઇના કામોમાં કારગત જેટિંગ મશીન દ્વારા સફાઇ કામગીરી વધુ સધન અને સુગમ્ય બને તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જિલ્લા ઉપરાંત , તાલુકા પંચાયત અને ગ્રામ્ય સ્તરે મશીન ઉપલબ્ધ થાય, આકસ્મિક અને સામાન્ય પરિસ્થિતીમાં પણ તમામ પ્રકારના સાફ-સફાઇના કાર્યોમાં મશીન ઉપલબ્ધ બને તે દિશમાં સરકારે કામગીરી હાથ ધરી છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અન્યોના દુઃખને પોતાનું દુઃખ માનીને સાચા અર્થમાં માનવતાનું કાર્ય કરે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Next: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ મહાસંગમનો થશે શુભારંભ: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.