Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • પાવાગઢના આંગણે પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ

પાવાગઢના આંગણે પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ

H S December 26, 2022
26 Dahod Main

પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ
ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો
આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર
શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ
મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની
તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ ૨૦૧૫થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન વડા

તળાવ,તા. હાલોલ ખાતે કરવામાં આવે છે.જો કે નોવેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા
વર્ષ ૨૦૧૯/૨૦/૨૧ દરમિયાન આ આયોજન શક્ય થઈ શક્યું નહોતું.
ચાલુ વર્ષ ૨૦૨૨ દરમિયાન આજરોજ ૨૫ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ
પટેલના હસ્તે પંચમહોત્સવનું ઈ ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજથી
શુભારંભ થનાર આ પંચમહોત્સવ થકી સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત મૂલ્યોનું જતન થશે.
તેમણે વધુમાં વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે પરંપરાગત નગર ઉત્સવ અને સાંસ્કૃતિક ઉત્સવો થકી ભારતને
વિશ્વગુરુ બનવા તરફ લઈ જવા રાહભર બનશે. આ સાથે તેમણે મહાકાળી માતાના ચરણોમાં
વંદન કરીને પોતાની વાત પૂરી કરી હતી.
આ પ્રસંગે હાલોલ ધારાસભ્ય શ્રી જયદ્રહસિંહજી પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા
અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા આભારવિધિ કરાઈ હતી.
સમગ્ર આયોજનને લઈને પ્રવાસન વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ
તૈયારીઓને પૂર્ણ કરી લેવામાં આવી છે.
કાર્યક્રમની શરૂઆત સવારે ૧૧ વાગ્યે ક્રાફટ બજાર, ફૂડ બજારનું ઉદ્દઘાટન કરાયું હતું,
સાંજે ૫ વાગ્યા પછી સમગ્ર કાર્યક્રમ શરૂ કરાયો હતો, જેમાં સ્થાનિક કલાકારશ્રીઓ દ્વારા સંગીત
સંધ્યા અને ભરત નાટ્યમ રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા
પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું. દીપ
પ્રાગટય કરાયું હતું.ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી જિલ્લાના
પ્રવાસન વિભાગને વેગ મળ્યો છે,વર્ષે ૩૮ લાખથી વધુ પ્રવાસીઓ,વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો
દરજ્જો પામનાર આ સ્થળની મુલાકાત લેતા હોય છે.
ગુજરાતના પ્રસિધ્ધ લોકગાયક આદિત્ય ગઢવી દ્વારા સંધ્યા સંગીત રજૂ કરાઈ,જેમાં લોકો
મંત્રમુગ્ધ બન્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકી, મોરવા હડફ
ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથાર, હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રસિંહ પરમાર, જિલ્લા
કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા, પોલીસ અધિક્ષકશ્રી
હિમાંશુ સોલંકી સહિત વિવિધ મહાનુભાવો/હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
હતા.


About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ૨૫૦ કરતાં વધુ સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું વિરાટ સંત સંમેલન
Next:
હેરિટેજ સિટી અમદાવાદ ખાતેથી ‘કાંકરિયા કાર્નિવલ – ૨૦૨૨’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Related News

Gujarat Board Exam

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Chief Editor February 26, 2026
Surat Police Filmy style Crime Detection 

Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Chief Editor February 25, 2026
Surat Vesu Mass Suicide

સુરતના વેસુમાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

Chief Editor February 25, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.