Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પશ્ચિમ રેલવે ચલાવશે વટવા અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Chief Editor May 4, 2026
4-5 ra1

પશ્ચિમ રેલવે ચલાવશે વટવા અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Join Our WhatsApp Group

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ઉનાળાની સીઝન દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વટવા અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વિશેષ ભાડે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09082/09081 વટવા–મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09082 વટવા–મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર શુક્રવારે વટવાથી 22:40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07:10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 08 મે, 2026થી 26 જૂન, 2026 સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09081 મુંબઈ સેન્ટ્રલ–વટવા સ્પેશિયલ દર ગુરુવારે મુંબઈ સેન્ટ્રલથી 23:20 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07:20 કલાકે વટવા પહોંચશે. આ ટ્રેન 07 મે, 2026થી 25 જૂન, 2026 સુધી દોડશે.
આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર થંભશે.
આ ટ્રેનમાં એસી 3-ટિયર ના કોચ રહેશે.

ટ્રેન નંબર 09081 અને 09082 માટે બુકિંગ 03.05.2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, થંભા અને રચના સંબંધિત વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે પાંચ ભારે પોર્ટલ બીમ લૉન્ચ
Next: મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.