Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે પાંચ ભારે પોર્ટલ બીમ લૉન્ચ

Chief Editor May 4, 2026
4-5 new bu1

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે ફક્ત 22 દિવસોમાં અમદાવાદમાં ભારતીય રેલવે ટ્રેક પર તમામ પાંચ ભારે પોર્ટલ બીમ લૉન્ચ કરવામાં આવ્યા

 

એન્જિનિયરીંગના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે, મુંબઈ-અમદાવાદ બુવેટ ટ્રેન પરિયોજના માટે મણીનગરમાં અમદાવાદ-વડોદરા રેલવે લાઈનની ઉપર, તમામ પાંચ (05) પ્રીકાસ્ટ-પ્રીસ્ટ્રેસ્ટ ભારે પોર્ટલ બીમ (ગર્ડર) ને ફક્ત 22 દિવસોની અંદર સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યા છે.

લૉન્ચિંગ પ્રક્રિયા 8, 13, 19, 24 અને 29 એપ્રિલ 2026 ના રોજ પૂર્વ-આયોજિત અને તબક્કાવાર ક્રમમાં સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી. આ કામ ભારતીય રેલવેના સક્રિય પાટાઓ પર અત્યંત ઉચ્ચ સ્તરના સંકલન, ઝડપી ગતિ તથા સચોટ અને સુરક્ષિત અમલીકરણ સાથે પૂર્ણ કરવામાં આવ્યું. સૌથી ભારે બીમ, જેનું વજન લગભગ 1360 એમટી હતું, 8 એપ્રિલ 2026 ના રોજ લૉન્ચ કરવામાં આવ્યો, જે પરિચાલન રેલવે લાઈનો પર કરવામાં આવેલા સૌથી ભારે લિફ્ટોમાંથી એકને ચિહ્નિત કરે છે. પાંચેય બીમોમાંથી દરેકનું વજન 1170 એમટી થી 1360 એમટી વચ્ચેનું હતું, જેનાથી આ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલા સૌથી મુશ્કેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ સંચાલનમાંથી એક બની ગયું.

મણીનગરમાં, બુલેટ ટ્રેનનું એલાઈનમેન્ટ વર્તમાનના રેલવે ટ્રેક્સથી ઊંચાઈવાળા સ્તરે આશ્ચર્યજનક અને મર્યાદિત ભૂમિતિ સાથે ક્રોસ કરે છે, જેના માટે સાવધાનપૂર્વક ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાની જરૂરિયાત હોય છે. બે પિયર્સ વચ્ચેનું અંતર પણ અપેક્ષાએ મોટું છે (લગભગ 30 મી. થી 34 મી.), જે સુરક્ષિતરૂપે વજનને સ્થાળાંતરિત કરવા માટે પોર્ટલ બીમ જેવી મજબૂત અન કઠોર સહાયક સિસ્ટમની જરૂરિયાતને વધારે છે.

આ સ્થાન પર પોર્ટલ બીમને ભારે માળખારૂપે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેથી તે ભારતીય રેલવેના કેટલાય સક્રિય પાટાઓ—જેમાં અમદાવાદ-વડોદરાની ‘અપ’, ‘ડાઉન’ અને ત્રીજી લાઈન સામેલ છે—ની ઉપરથી પસાર થઈ શકે. એમનો વિશાળ આકાર અને વજન તેમને ઉત્તમ સ્થિરતા અને લઘુત્તમ નીચેનો ઝુકાવ પૂરો પાડે છે, જે આટલા વ્યસ્ત રેલવે ટ્રેક પર સચોટ એલાઈન્મેન્ટ જાળવી રાખવા અને સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે અત્યંત જરૂરી છે.

લૉન્ચિંગ કામ 2200 મેટ્રિક ટન કૉલર ક્રેનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું, જે મુખ્ય ઉપકરણ તરીકે વપરાશમાં આવ્યો, તેને ભારતીય રેલવે ટ્રેક પર પ્રથમ વાર વપરાશમાં લેવામાં આવ્યો છે. દરેક પોર્ટલ બીમને લગભગ 3.5 કલાકમાં લૉન્ચ કરવામાં આવ્યા, જે પહેલાના 9-કલાકના બ્લૉકોની સરખામણીમાં ઘણું ઝડપી છે અને ભારતીય રેલવેની સાથે નજીકના સંકલનમાં કરવામાં આવ્યું છે. મર્યાદિત સ્થાન, ઓએચઈ (ઓવર-હેડ ઇલેક્ટ્રિફિકેશન) અને સક્રિય રેલવે ટ્રેક્સ જેવા પડકારો હોવા છતાં, સંચાલન ઉચ્ચ કુશળતા, કડક સુરક્ષા તપાસ અને સતત દેખરેખ સાથે પૂર્ણ કરવામાં આવ્યું.

વધારાની માહિતી :
પોર્ટલ બીમ એક પ્રીકાસ્ટ કોંક્રિટ માળખું છે, જેની લંબાઈ 34 મીટર છે અને એનું ક્રૉસ-સેક્શન 5.5 મીટર ગુણ્યા 4.5 મીટર છે. આ બીમોને સાઈટ પર જ પ્રીકાસ્ટ કરવામાં આવી રહ્યા છે અને એમને ભારે એકિકૃત એકમોના રૂપમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
**

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મમતા બેનર્જીના હારના 10 કારણો
Next: પશ્ચિમ રેલવે ચલાવશે વટવા અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
Follow

Recent Posts

  • પશ્ચિમ રેલવે ચલાવશે વટવા અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે પાંચ ભારે પોર્ટલ બીમ લૉન્ચ
  • મમતા બેનર્જીના હારના 10 કારણો
  • 50 વર્ષોમાં પહેલીવાર, ભારતમાં ડાબેરીઓનો છેલ્લો કિલ્લો ઢળી પડ્યો ! કેરળમાં હાર તરફ LDF
  • ‘ભગીરથ‘ મોદી… કેવી રીતે બિહારથી બંગાળ લઈને પહોંચ્યા ભાજપની ચૂંટણી ગંગા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.