Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ડિજિટલ ઈન્ડિયા અભિયાન: રાજકોટ ડિવિઝનની તમામ ટ્રેનોમાં ટીટીઇ હવે HHT ધરાવે છે

H S February 23, 2023
23 r1

ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે, રાજકોટ રેલવે ડિવિઝનની તમામ ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ (HHT) ઉપકરણો પ્રદાન કરવામાં આવ્યા છે. આ ઉપકરણનો ઉપયોગ ચાલતી ટ્રેનોમાં આરક્ષિત ટિકિટ તપાસવા અને અન્ય મુસાફરોને ખાલી બેઠકો ફાળવવા માટે થાય છે.

વધુ વિગતો આપતા રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના એ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાંથી શરૂ થતી 25 ટ્રેનો અને ડિવિઝનમાંથી પસાર થતી 45 ટ્રેનો, જેમાં ટિકિટ ચેકિંગની જવાબદારી રાજકોટ ડિવિઝનની છે, તે બધી ટ્રેનોં માં ટીટીઇ દ્વારા HHT ઉપકરણનો ઉપયોગ થઈ રહ્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનને 122 HHT ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા છે. આ સાધનો ચલાવવા માટે ટિકિટ ચેકિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અત્યાધુનિક હેન્ડ હેલ્ડ ટર્મિનલ ઇક્વિપમેન્ટનો પ્રથમ ઉપયોગ 17 જુલાઈ, 2022 ના રોજ ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસમાં થયો હતો. ડિજિટલ થઈ રહી ભારતીય રેલવેમાં રિઝર્વેશન ચાર્ટ હવે ભૂતકાળ બની જશે.

 

સુનિલ કુમાર મીના,

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,

પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.

0281-2458262

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Indian Railways News

Post navigation

Previous: ઓખા-બનારસ અને ઓખા-જયપુર એક્સપ્રેસમાં આરામદાયક LHB કોચ લાગશે
Next: “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ના વિષય અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘Eat Right Movement’ રેલીનું આયોજન
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.