Breaking News

Gujarat has become a role model of development, the credit goes to collective thinking and the will to do good for the people CM Ekta Padyatra reaches Vadodara city Prime Minister Narendra Modi is fulfilling the dream of India seen by Sardar Patel J. P. Nadda Legal awareness seminar on Domestic Violence Act held in Jekada village of Bavla Thakkar Bapa's 156th birth anniversary

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની પાંચમી કડી

૧૦ હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ-ઉદ્યોગ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

અત્યાર સુધીમાં ચાર કડીમાં રૂ. ૭,૩૭૪ કરોડના ૧૫ MoU સંપન્ન – કુલ ૧૦,૬૦૦થી વધુ રોજગાર અવસર મળશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે.

આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.

File Photo

—————————————————————–

આ ઉપક્રમના પાંચમાં તબક્કામાં ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મંગળવાર તા. ૨૯ ઓગસ્ટે ચાર MoU કરવામાં આવ્યા હતા.

તદઅનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પેકેજીંગ ઉદ્યોગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટનાં ક્ષેત્રોમાં કુલ રૂ. ૧ હજાર કરોડના સંભવિત મૂડી રોકાણ અને ૧૦ હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા હતા.

આ MoU અનુસાર અમદાવાદ જિલ્લાના કેરાલા GIDCમાં કંપોઝિટ ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે એલ.બી.ટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. ૪૫૦ કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે ૧,૦૦૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ જાન્યુઆરી-૨૦૨૪સુધીમાં કાર્યરત થશે.

આ ઉપરાંત માંડલ તાલુકાના માનપુરામાં ૧૫૫ હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂ. ૨૮૮.૭૫ કરોડના રોકાણો માટેના MoU મેસ્કોટ સાઉથ એશિયા એલ.એલ.પી. એ કર્યા હતા. આ પાર્કમાં બે હજાર લોકોને રોજગારી મળશે અને માર્ચ-૨૦૨૬ સુધીમાં પાર્ક કાર્યરત થવાનો છે.

નવસારીના જલાલપોર તાલુકાના વેસ્મા અને કાળાકાછા ખાતે ૩.૩૪ લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂ. ૯૯.૧૨ કરોડના રોકાણો સાથે MoU થયા છે. ૨૦૯ પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે ૬ હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-૨૦૨૫ સુધીમાં તે કાર્યરત થશે.

આ ત્રણ MoU ઉપરાંત રૂ. ૧૬૧.૭૮ કરોડના રોકાણો સાથે FIBC જમ્બો બેગના ઉત્પાદન માટે PET બોટલ્સના રિસાયક્લીંગ અંગે પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ અને બ્રાઝિલની કંપની વચ્ચેનાં સંયુક્ત સાહસ પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ MoU થયા હતા.

File Photo

————————————

અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા રોડ, ગાંગડમાં ૫૪ હજાર ચોરસ મીટરમાં આકાર પામનારો આ ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ ઓક્ટોબર-૨૦૨૪માં શરૂ થશે તથા પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને ૧,૧૦૦ લોકોને રોજગારી આપશે. આ પ્રોજેક્ટ FIBCના ઉત્પાદન માટે બોટલના રિસાયક્લિંગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ જમ્બો બેગ્સ PET (PET બોટલ ટુ બેગ) નો પ્રોજેક્ટ છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની ચાર કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. ૭,૩૭૪ કરોડના રોકાણોના ૧૫ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ ૧૦,૮૦૦ થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

તદઅનુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-૨૧૦૦, એન્‍જિનીયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૩૦૮૫ અને એનર્જી સેક્ટરમાં ૪,૩૦૦ જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.

પાંચમી કડીમાં એક જ દિવસમાં રૂ. ૧ હજાર કરોડના રોકાણો માટે ચાર MoU થયા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશનની સક્રિય ભૂમિકા રહેલી છે તેની પ્રશંસા MoU કરનારા ઉદ્યોગકારોએ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.

રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.

આ MoU સાઇનીંગ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર શ્રી કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: