Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાત લઈને  રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું

H S July 5, 2023
5 raja1

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાત લઈને અનુસ્નાતક કુમાર છાત્રાલયના રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેજસ્વીતા દાખવવા, સખત મહેનત કરીને ગુજરાત વિદ્યાપીઠનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને વ્યાયામનું મહત્વ સમજાવીને રમત-ગમતમાં પણ વિશેષ રુચિ લેવા આગ્રહ કર્યો હતો.

Join Our WhatsApp Group

કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી વિધાપીઠ સંકુલમાં આવ્યા હોવાની જાણકારી મળતાં જ કાર્યકારી કુલનાયક શ્રી ડૉ. ભરતભાઈ જોશી અને કાર્યકારી રજીસ્ટ્રાર શ્રી નિખિલભાઇ ભટ્ટ અનુસ્નાતક છાત્રાલય આવીને સાથે જોડાયા હતા.

ગુજરાત વિદ્યાપીઠ સંકુલમાં મુખ્ય કાર્યાલય અને અન્ય ભવનોની મુલાકાત પછી કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સ્વચ્છતા એ પૂજ્ય ગાંધીજીનો મુખ્ય વિચાર હતો. તેઓ સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી હતા, એટલે ગુજરાત વિદ્યાપીઠ સંકુલમાં સ્વચ્છતા અને સુઘડતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે એ અત્યંત જરૂરી છે.

આ વેળાએ ગુજરાત વિદ્યાપીઠ મંડળના સભ્ય શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: બોત્સવાના ગણરાજ્ય માટે નિયુક્ત હાઈ કમિશનર શ્રી ભરત કુમાર કુઠાતીની ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત
Next: પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા માટે ગોધરા વન વિભાગની પહેલ
Follow

Recent Posts

  • ફ્લોરિડા યુનિવર્સિટીમાં 55 વર્ષ જૂની ‘કૃષ્ણ લંચ’ સેવા પર પ્રતિબંધ, અકસ્માત બાદ નિર્ણય લીધો 
  • FBIના મોસ્ટ વૉન્ટેડ આરોપી મનજીત સિંહ બેડી પંજાબમાંથી ધરપકડ, $150,000નું ઇનામ જાહેર થયાના દિવસોમાં જ ઝડપાયો
  • જ્યોર્જિયામાં રહેતા પ્રદીપ પટેલે 4 રાજ્યોમાં ફેલાયેલા $1.5 મિલિયન ગોલ્ડ બાર કૌભાંડમાં ગુનો કબૂલ્યો
  • હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
  • ડલાસમાં વૈષ્ણવ સંઘ દ્વારા ત્રિદિવસીય ‘યમુનાજી લોટી ઉત્સવ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.