Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક

H S May 30, 2023
30 kr main

ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે: ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા : કૃષિ મંત્રીશ્રી


ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૩-૨૪ માટે રવિ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ તેમજ કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે. ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં, ચણા, રાયડો અને શેરડી જેવા મુખ્ય રવિ પાકો માટે ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરી દેવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈ વાવેતર કરી શકે. આજે મળેલી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી, પુખ્ત વિચારણાને અંતે વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઘઉં, ચણા, રાયડો અને શેરડી રવિ પાકના રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા ભાલામણ કરવાના થતા ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જે ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને મોકલી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ખેડૂત આગેવાનો/પ્રતિનિધિશ્રીઓએ ઉપસ્થિત રહી પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રાજભવનમાં ગોવાના ૩૬ મા સ્થાપના દિવસની ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવણી
Next: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે: આજે પ્રથમ દિવસે સૂઇગામ તાલુકાના 3 સીમાવર્તી ગામોની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કર્યો
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.