Skip to content
March 22, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

આરોગ્ય વન ખાતે યોગાભ્‍યાસથી બીજા દિવસનો પ્રારંભ

H S May 20, 2023
2 yoga3

રાજપીપલા, શનિવાર:- એકતાનગર ખાતે યોજાઈ રહેલી ૧૦મી ચિંતન શિબિરના બીજા દિવસનો વહેલી સવારના ૧૭ એકરમાં બનાવાયેલા આરોગ્ય વનની પ્રકૃતિ મધ્યે યોગાભ્‍યાસથી પ્રારંભ થયો હતો. આ યોગાભ્‍યાસમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષક ક્રિષ્ના જાડેજાએ યોગમાં ઓમકારથી લઈ શાંતિ પાઠ સુધીના સમન્‍વયની સમજણ અને યોગમાં આસનો પ્રાણાયામ અને ધ્‍યાનનું મહત્‍વ સમજાવ્‍યું હતું.

રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને શિબિરાર્થીઓ લગભગ એક કલાક સુધી યોગામાં જોડાયા હતા. આ યોગાભ્‍યાસનો પ્રારંભ સુક્ષ્‍મ યોગ પ્રાણાયામથી અને ધ્‍યાનથી સમાપન થયું હતું.

આરોગ્ય વન ખાતે યોજાયેલ યોગાભ્‍યાસમાં અર્ધચક્રાસન, વૃક્ષાસન, પદ્માસન, અર્ધ-પૂર્ણ સર્વાસન, વિપરીત સર્વાસન, ધનુરાસન, મકરાસન, નૌકાસન, મુકતાસન, અર્ધપવન મુકતાસન, નટરાજાસન, સવાસન, પર્વતાસન, અનુલોમ-વિલોમ પ્રાણાયમ જેવી વિવિધ મુદ્રાઓમાં યોગાભ્‍યાસ કર્યો હતો.

રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડે યોગાભ્‍યાસ બાદ આરોગ્ય વન ખાતે સર્વે વરિષ્‍ઠ અધિકારીઓ સાથે વિશ્રામ કરી મનોમંથન કરવા સાથે સખી મંડળની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રાજ્ય સરકારના સનદી અધિકારીઓએ એકતાનગર ખાતે સાયકલિંગ થકી દિવસની શરૂઆત કરી ‘ફિટ ઈન્ડિયા’નો સંદેશ આપ્યો
Next: રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.