Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો

Chief Editor July 28, 2026
28-7 vande1 okha

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે હવે

સાબરમતી (જેલ સાઇડ) SBT સ્ટેશન પરથી થશે સંચાલન

Join Our WhatsApp Group

આંબલી રોડને મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ.

સુધારેલી સમયસારણી 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે

મુસાફરોની સુવિધા, વધુ સારી રેલ કનેક્ટિવિટી તેમજ આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના હેઠળ ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ–ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે.
સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT રહેશે. ઉપરાંત, અમદાવાદના ઝડપથી વિકસતા પશ્ચિમ વિસ્તારના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.

સુધારેલી સમય-સારણી

ટ્રેન નંબર 22925 સાબરમતી–ઓખા વંદે ભારત એક્સપ્રેસ 17 ઑગસ્ટ, 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) સાબરમતીથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 06:23 વાગ્યે પહોંચશે અને 06:25 વાગ્યે પ્રસ્થાન કરીને 13:20 વાગ્યે ઓખા પહોંચશે.
તે જ રીતે, ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખાથી 16:45 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 22:40 વાગ્યે પહોંચશે અને 22:42 વાગ્યે પ્રસ્થાન કરીને 23:10 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.

આંબલી રોડ સ્ટેશનને પ્રથમ વખત મળશે વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ

આ નિર્ણય સાથે આંબલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. તેના પરિણામે શહેરના પશ્ચિમ વિસ્તાર, એસ.જી. હાઇવે, બોડકદેવ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, શેલા તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ અનુકૂળ, સમયની બચત કરાવતી અને આધુનિક રેલ સેવાનો લાભ મળશે.

બુકિંગ સંબંધિત માહિતી

વર્તમાન સમય-સારણી અનુસાર ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 15 ઑગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. જ્યારે ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 16 ઑગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: Asian Games 2026: ગુજરાતના રેકોર્ડબ્રેક 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Next: ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.