Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

Chief Editor July 28, 2026
28 jodh1

ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર: સાબરમતીને બદલે ગાંધીગ્રામથી થશે સંચાલન

ચાંદખેડા રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ

Join Our WhatsApp Group

યાત્રીઓની સુવિધા તથા અમદાવાદ શહેરમાં ઉત્તમ રેલવે સંપર્ક ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી રેલવે મંત્રાલયે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, સાબરમતી-આગરા કેન્ટ એક્સપ્રેસ અને સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસનું ટર્મિનલ સ્ટેશન સાબરમતીથી બદલીને ગાંધીગ્રામ કરવા માટે મંજૂરી આપી છે. સાથે જ આ તમામ ટ્રેનોને ચાંદખેડા રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

1. ટ્રેન નંબર 14822/14821 ગાંધીગ્રામ-જોધપુર-ગાંધીગ્રામ એક્સપ્રેસ

ટ્રેન નંબર 14822 ગાંધીગ્રામ-જોધપુર એક્સપ્રેસ તારીખ 27 ઓગસ્ટ 2026 થી દરરોજ ગાંધીગ્રામ સ્ટેશનથી સવારે 07.00 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 07.09 કલાકે આગમન તથા 07.11 કલાકે પ્રસ્થાન કરશે અને 18.10 કલાકે જોધપુર પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 14821 જોધપુર-ગાંધીગ્રામ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2026 થી દરરોજ જોધપુરથી પોતાના નિર્ધારિત સમય 10.00 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 20.15 કલાકે આગમન તથા 20.17 કલાકે પ્રસ્થાન કરશે અને 21.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.

2. ટ્રેન નંબર 12548/12547 ગાંધીગ્રામ-આગરા કેન્ટ-ગાંધીગ્રામ એક્સપ્રેસ (અઠવાડિયામાં 4 દિવસ)

ટ્રેન નંબર 12548 ગાંધીગ્રામ-આગરા કેન્ટ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2026 થી ગાંધીગ્રામ સ્ટેશનથી સાંજે 16.40 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 17.02 કલાકે પહોંચશે તથા 17.04 કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે 07.05 કલાકે આગરા કેન્ટ પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 12547 આગરા કેન્ટ-ગાંધીગ્રામ એક્સપ્રેસ તારીખ 25 ઓગસ્ટ 2026 થી આગરા કેન્ટથી પોતાના નિર્ધારિત સમય 22.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 11.02 કલાકે આગમન તથા 11.04 કલાકે પ્રસ્થાન કરશે અને 12.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.

3. ટ્રેન નંબર 22548/22547 ગાંધીગ્રામ-ગ્વાલિયર-ગાંધીગ્રામ એક્સપ્રેસ (અઠવાડિયામાં 3 દિવસ)

ટ્રેન નંબર 22548 ગાંધીગ્રામ-ગ્વાલિયર એક્સપ્રેસ તારીખ 27 ઓગસ્ટ 2026 થી ગાંધીગ્રામ સ્ટેશનથી સાંજે 16.40 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 17.02 કલાકે આગમન તથા 17.04 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 09.25 કલાકે ગ્વાલિયર પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-ગાંધીગ્રામ સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2026 થી ગ્વાલિયરથી પોતાના નિર્ધારિત સમય 20.10 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 11.02 કલાકે આગમન તથા 11.04 કલાકે પ્રસ્થાન કરશે અને 12.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.

યાત્રી કૃપા કરીને ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય અદ્યતન માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો
Next: અજય ગાયકવાડને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.