Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

૧.૪૦ કરોડ તિરંગા લહેરાવીને ગુજરાતે રાષ્ટ્ર ભક્તિમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો

H S August 17, 2022
8 cm Main

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના
રોજ ભારતની આઝાદી સમયે જોવા મળેલો રાષ્ટ્ર ભક્તિનો જુસ્સો આજે ૭૫ વર્ષ બાદ
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ‘હર ઘર તિરંગા’ અભિયાન થકી ગુજરાત સહિત દેશભરમાં
જોવા મળ્યો તે બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલી કેબિનેટ
બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતો આભાર પ્રસ્તાવ પસાર કરાયો
છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલાં હર ઘર તિરંગા અભિયાનને
ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. રાજ્યમાં એક કરોડના લક્ષ્યાંકની સામે ૧.૪૦ કરોડ
તિરંગા લહેરાવીને ગુજરાતે રાષ્ટ્ર ભક્તિમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે તે બદલ પ્રવક્તા
મંત્રીશ્રીએ રાજ્યની જનતા જનાર્દનનો આભાર માન્યો હતો.
મંત્રીશ્રીએ હર ઘર તિરંગા અભિયાનની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ
૩૩ જિલ્લાઓના તમામ ગામ-શહેરો અને નગર-મહાનગરોમાં સરકારી-ખાનગી કચેરીઓ,
વિવિધ સંસ્થાઓ, વિવિધ ધાર્મિકસ્થાનો, ઐતિહાસિક ઈમારતો, શાળા-કોલેજો, નાના-મોટા
ઉદ્યોગગૃહો, મુખ્ય જળાશયો, જંગલ, દરિયાઈ વિસ્તાર, રણ વિસ્તાર, પર્વત વિસ્તાર, માર્કેટ,
ઝુંપડું કે મકાન તમામ વિસ્તારોમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા અને દેશપ્રેમના અદ્વિતીય
વાતાવરણનું નિર્માણ થયું હતું.

રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૨,૪૦૦થી વધુ તિરંગા યાત્રાઓનું આયોજન
થયું હતું જેમાં નાગરિકો સ્વયંભૂ ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં હર ઘર
તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભાઓ, સંકલ્પ પત્રનું વાંચન, શાળામાં વિવિધ સ્પર્ધાઓ,
પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના તમામ વયના નાગરિકોએ ભાગ
લઈને રાષ્ટ્રભક્તિના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું તેમ તેમણે
ઉમેર્યું હતું.

……..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધરોઈ ડેમમાંથી પાણી ૬૬,૮૦૦ કયુસેક પાણી છોડાતા સાબરમતી નદીના કાંઠાના ગામોઅને વિસ્તારોને સાવચેત રહેવા સૂચના
Next: “મોદી@2020 – ડ્રીમ્સ મીટ ડિલીવરી” પુસ્તક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના
અત્યાર સુધીના પરિશ્રમનો પરિચય કરાવે છે: કેન્દ્રીય મંત્રીશ્રી પીયૂષ ગોયલ
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.