Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન

H S August 21, 2022
21-8 civil main

ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિનની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બે

અંગદાન થકી 5 પીડિતોને નવ અવતરણ

…………………

ભાવનગરના ૨૦ વર્ષીય અંકિતાબેન અને રાજકોટના ૩૭ વર્ષીય મૈત્રૈય ભાઇ
બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો :

……………….

દિવસ-રાત, તડકી-છાયડી, વાર-તહેવાર ને ભૂલ્યા વગર સિવિલ હોસ્પિટલના
તબીબો દ્વારા અંગદાનનો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવી રહ્યો છે –

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન થયા છે. ભગવાન શ્રી
કૃષ્ણના અવતરણ દિન જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાનથી ૫
પીડિત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
આ બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં ૪ કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે
સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું
છે.

Join Our WhatsApp Group


સિવિલ હોસ્પિટલના ૮૫ માં અંગદાનની વિગતો જોઇએ તો ૨૦ વર્ષીય અંકિતાબેન
ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16 મી ઓગસ્ટે માર્ગ
અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ

કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૧૮ મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર
કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના
અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
જ્યારે 86 માં અંગદાનની વિગતમાં 37 વર્ષીય રાજકોટ , જેતપુરના વૈધ્ય મૈત્રૈય ને 16
મી ઓગસ્ટના રોજ ઢડી પડવાથી માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને પણ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા
તેમને બ્રેઇનડેડ જાહેર કરાતા બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલનો
અંગદાન ક્ષેત્રનો સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. તબીબો દિવસ-રાત, તડકી- છાયડી, વાર –
તહેવાર જોયા વગર બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોના સહયોગ થી અંગદાન થકી નવીન
જીંવન આપવાના ભાવ સાથે ફરજ રત છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં 86 અંગદાનમાં
મળેલા 271 અંગો થકી 248 વ્યક્તિઓને નવ અવતરણ મળ્યું છે. તેમનું જીવન કાર્યક્ષમ બન્યું
છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: સમાજના છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પ્રતિબદ્ધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની દરેક કલ્યાણ યોજનાઓનો મુખ્ય હેતુ છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
Next: રાજ્યની પાંચ નગરપાલિકાઓને સ્વર્ણિમ જ્યંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિવિધ વિકાસ કામો માટે ૮૫ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
Follow

Recent Posts

  • FIA-શિકાગો દ્વારા 9/11 શ્રદ્ધાંજલિ અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન
  • BSC OF DALLAS – “દેશ રંગીલા” કાર્યક્રમ ભવ્ય સફળતા સાથે યોજાયો
  • એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.