Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

વડોદરા : તળાવમાં બોટ પલટી, 13 બાળકો સહિત 15 ના મોત

Chief Editor January 18, 2024
19 ba3

વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણીના મોટનાથ તળાવના પ્રવાસે ગયા હતા. અહીં 23 જેટલા વિદ્યાર્થી અને 4 શિક્ષક એક જ બોટમાં બોટિંગ માટે બેઠા હતા તે સમયે બોલ પલટી ગઇ હતી

18-1

વડોદરામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. હરણી ખાતે મોટનાથ લેકમાં 23થી વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષક સાથે બોટ પલટી મારી ગઈ હતી, જેમાં 13 બાળકો 2 શિક્ષકો સહિત 15 લોકોના મોત થયા છે.

વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણીના મોટનાથ તળાવના પ્રવાસે ગયા હતા. અહીં 23 જેટલા વિદ્યાર્થી અને 4 શિક્ષક એક જ બોટમાં બોટિંગ માટે બેઠા હતા, તે સમયે બોટ પલટી મારી ગઈ હતી, જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તળાવમાં ડુબ્યા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અનુસાર ઘટના સમયે બોટમાં લગભગ 27 લોકો સવાર હતા. જ્યારે 19 બાળકો અને ચાર શિક્ષકોને બહાર કાઢીને વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની તપાસ ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને બાળકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાકીય અને પુણ્યકાર્યોમાં જન્મદિવસ વિતાવ્યો
Next: ગુજરાત યુનિવર્સિટીના ૭૨ મા દીક્ષાંત સમારોહમાં ૫૧,૬૨૨ વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.