Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સની તાલીમ યોજવામાં આવી હતી.

H S October 22, 2022
22 ele main

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી
દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સની તાલીમ યોજવામાં આવી હતી. ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર
મેનેજમેન્ટ ખાતે યોજાયેલી એક દિવસીય તાલીમમાં ૩૩ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓ સુચારૂપણે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા રિટર્નિંગ ઑફિસર્સ સહિતના
અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના રાયસણ
ખાતે આવેલી ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સ એટલે
રાજ્યના તમામ ૩૩ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.
તાલીમ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા જિલ્લા
વિકાસ અધિકારીશ્રીઓને ચૂંટણી ખર્ચ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે
અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ડૉ. કુલદીપ આર્ય ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: વિશ્વ શાંતિ માટે ગાંધી જીવનદર્શનને જન-જન સુધી પહોંચાડવું આજે અત્યંત જરૂરી છે : રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રત
Next: વિશ્વાસથી વિકાસયાત્રા- રાજ્ય કક્ષાનો સમારંભ
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.