Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ખાવડા ખાતેના વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ પાર્કની ૧૦૦ ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે: ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

H S March 27, 2023
27 khavda

છેલ્લા બે વર્ષમાં ચારણકા, ધોલેરા અને રાધાનેસડા સોલાર પાર્કમાં ૪૩૦૪.૬૮ મીલીયન યુનીટ વીજ ઉત્પાદન

રાજ્યના ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું છે કે, તાત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોલાર એનર્જીનું મહત્વ સમજીને સૌ પ્રથમવાર સોલાર-વિન્ડ હાઇબ્રીડ પોલીસી બનાવી છે. વિશ્વના સૌથી મોટા ૩૦ હાજર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે નિર્માણધીન સોલાર વિન્ડ પાર્કની સો ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે.

આજે વિધાનસભા ખાતે ગુજરાતમાં કાર્યરત વીજ ક્ષમતાના પ્રોજેક્ટના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,ખાવડા ખાતે નિર્માણાધીન આ પાર્કમાં ૫૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં તથા ૧૦૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે.આ માટે ૨૫,૦૦૦ મેગાવોટની ફાળવણી વિવિધ ડેવલપરોને કરવામાં આવી છે. આ માટે વિવિધ કામગીરી પ્રગતિમાં છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૦ કિ.મીના એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે,પાટણ જિલ્લાના ચારણકા સોલાર પાર્ક ખાતે ૭૩૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા પાર્કમાં ૩૬ ડેવલપરો દ્વારા ૧૦૦ ટકા ક્ષમતા વીજ ઉત્પાદન કરવામાં આવી રહી છે. એ જ રીતે રાધાનેસડા સોલાર પાર્ક ખાતે ૫૦૦ મેગાવોટ અને ધોલેરા ખાતે ૩૦૦ મેગાવોટ સોલાર પાર્ક કાર્યરત છે.

છેલ્લા બે વર્ષમાં આ ત્રણેય સોલાર પાર્ક થકી ૪,૩૦૪.૬૮ મીલીયન યુનિટ વીજ ઉત્પાદન કરાયું છે.જેમાં ચારણકા સોલાર પાર્ક ખાતે ૨,૫૧૪.૭૧ મીલીયન યુનિટ, ધોલેરા પાર્ક ખાતે ૫૦૪.૭૯ અને રાધાનેસડા પાર્ક ખાતે ૧,૨૫૮.૧૮ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સાયન્સ સિટીમાં નિર્માણ પામશે ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી
Next: વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભા ખાતે એક દિવસીય મેડિકલ કેમ્પ યોજાયો
Follow

Recent Posts

  • ધંધુકા હત્યાકાંડ: ‘માત્ર ધંધુકામાં હિન્દુઓની હત્યાની આ પાંચમી ઘટના’, VHP એ સરકાર સામે સાધ્યું નિશાન
  • ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યાકાંડ, 125 લોકો સામે રાયોટિંગનો ગુનો; SITની રચના
  • ધંધુકામાં કિશન ભરવાડ બાદ જેવી ઘટનાનું પુનરાવર્તન, ધર્મેશ ગમારાની હત્યા બાદ શહેરમાં હિંસા, લોખંડી પોલીસ બંદોબસ્ત
  • લોકસભામાં મહિલા અનામત બિલ ફ્લોપ
  • હાઈરોક્સ બેંગલુરુ ઈવેન્ટ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.