તા ૨૩ મી જાન્યુઆરી વસંત પંચમીના પવિત્ર દિવસે નોરવૉક એડલ્ટ ડે કેર સેન્ટર માં એક અવનવો ૨૦ મિનિટ માટે નું ‘હાસ્યનો ચેપ ‘ નાટક ભજવાઈ ગયું અત્રે સર્વેને મૂક રહી ને હસાવવા નો પ્રયત્ન કાન્તિભાઈ મિસ્ત્રી અને દુષ્યંતભાઈ પટેલ ના દિગ્દર્શન માં કરવામાં આવ્યો. આ નાટક્માં ભાગ લેવા વાળા સેન્ટરના સભ્ય તથા ત્યાં કામ કરતા સભ્યો હતા. આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મરિયાના તથા સર્વશ્રી રમેશભાઈ પટેલ,જીતુભાઈ ભાવસાર,સ્મિતાબેન,ચંદ્રિકાબેન મિસ્ત્રી,દુષ્યંતભાઈ, સેરાબેન,ગિલ્બર્ટ,હતા જ્યારે ગીતાબેન પટેલ અને દીનાબેન શાહ ખાસ હેલ્પમાં રહ્યા હતા,

આ કાર્યક્રમ માટે સેન્ટરના સુજી,સેજલબેન ,કેતાબેન અને નેહાબેને અદ્રશ્ય રૂપે ભાગ લઈ આ કાર્યક્રમને સુંદર રીતે પાર પાડવામાં મદદ કરી હતી. તેમજ આ કાર્યક્રમમાં ખાસ બેકગ્રાઉન્ડ સંગીત ની વ્યવસ્થા કાન્તિભાઈ મિસ્ત્રીએ કરી હતી જ્યારે કલાકારોને માર્ગદર્શન દુષ્યંતભાઈ પટેલે આપ્યું હતુ. આ એક નમ્ર પ્રયાસ અને પહેલ કરવામાં આવી છે જેને સેન્ટરના સભ્યોએ દિલથી માણ્યો અને વખાણ્યો.અને આવા કાર્યક્રમ દર મહિને રજુ કરવાનું સુચન પણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ બાદ અત્રેના સુજી એ સર્વે કસબી કલાકારોને ખાસ મોમેન્ટો આપી નવાજ્યા હતા. આ કાર્યક્રમ કરવાની પરવાનગી આપવા બદલ કાન્તિભાઈ મિસ્ત્રી અને દુષ્યંતભાઈ પટેલ સંસ્થાના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માને છે.
( માહિતીઃ દુષ્યંતભાઈ પટેલ અને તસ્વિર સૌજન્યઃ કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )
