
આજરોજ તારીખ 8-10-2023 રવિવારના દિવસે મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ રથ ને ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર અને પારડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મત વિસ્તાર વાપી નોટિફાઇડ સ્થિત ઉમિયા માતા ચોક થી પૂજા કરી લીલી ઝંડી ફરકાવી ખુલ્લો મુક્યો.




આ અમૃત કળશ રથમાં ચપટી ચપટી માટી અને ચોખા ભેગા કરવામાં આવશે અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા શહીદોની યાદમાં બનાવવામાં આવેલ અમૃતવાટિકા ખાતે એકત્ર કરેલ કળશ પહોંચાડવામાં આવશે.


આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી શ્રીઓ.
મહેન્દ્રભાઈ ચૌધરી જિલ્લા મહામંત્રી,
શીલ્પેશભાઈ દેસાઈ જિલ્લા મહામંત્રી,
સતિષભાઈ પટેલ વાપી શહેર પ્રમુખ,
હેમંતભાઈ પટેલ વાપી નોટિફાઇડ પ્રમુખ,
સુરેશભાઈ પટેલ વાપી તાલુકા પ્રમુખ,
કશ્મીરાબેન હેમલ શાહ વાપી નગરપાલિકા પ્રમુખ,
મિતેશભાઇ દેસાઈ વાપી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ,
તેમજ મંડળ અને જિલ્લાના વિવિધ હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.