X Fake Accounts Suspended: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) દ્વારા છેલ્લા 12 મહિનામાં આશરે 80 કરોડ (800 Million) એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મ પર થતા મેનિપ્યુલેશન (Manipulation), સ્પામ (Spam) અને ફેક નેટવર્કને રોકવા માટે આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.
સક્રિય યુઝર્સ કરતા ફેક એકાઉન્ટ્સની સંખ્યા વધુ કંપનીએ બ્રિટનની સંસદમાં આ માહિતી આપતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એજન્ડા પ્રભાવિત કરવાના પ્રયાસો ખૂબ મોટા સ્તરે થઈ રહ્યા છે. હાલમાં ‘X’ પર વિશ્વભરમાં લગભગ 30 કરોડ (300 Million) એક્ટિવ યુઝર્સ (Active Users) છે. આનો અર્થ એ થયો કે પ્લેટફોર્મ પર સાચા યુઝર્સ કરતા ફેક એકાઉન્ટ્સ અથવા બોટ્સ (Bots) ની સંખ્યા ઘણી વધારે હતી.
દરરોજ બને છે નવા ફેક નેટવર્ક ‘X Corp’ ના ગવર્મેન્ટ અફેર્સ એક્ઝિક્યુટિવ વિલ્ફ્રેડો ફર્નાન્ડીઝે જણાવ્યું કે, પ્લેટફોર્મ પર દરરોજ નવા ફેક એકાઉન્ટ્સ બનાવવાની કોશિશ કરવામાં આવે છે. ગયા વર્ષના અંતિમ મહિનાઓમાં જ લાખો એકાઉન્ટ્સ હટાવવામાં આવ્યા હતા. કંપનીનો દાવો છે કે આ કડક કાર્યવાહી બાદ હવે પ્લેટફોર્મ પર જે એકાઉન્ટ્સ બચ્યા છે, તેમાંથી મોટાભાગના ઓરિજિનલ યુઝર્સ (Real Users) ના છે.
સ્પામ અને મેનિપ્યુલેટિવ એકાઉન્ટ્સ એટલે શું? કંપનીના મતે, મેનિપ્યુલેટિવ એકાઉન્ટ્સ (Manipulative Accounts) એવા હોય છે જે ભ્રામક પ્રવૃત્તિઓ કરીને અન્ય યુઝર્સનો અનુભવ બગાડે છે. જ્યારે સ્પામ એકાઉન્ટ્સ વારંવાર અનિચ્છનીય કન્ટેન્ટ (Unwanted Content) પોસ્ટ કરે છે, જેના કારણે પ્લેટફોર્મની ગુણવત્તા ઘટે છે. 2022 માં જ્યારે એલન મસ્કે (Elon Musk) ટ્વિટર ખરીદ્યું ત્યારે પણ આ બોટ્સની સમસ્યા સૌથી મોટો પડકાર હતી. હવે કંપની કન્ટેન્ટ મોડરેશન (Content Moderation) અને સુરક્ષાને લઈને વધુ કડક બની છે.
