WhatsApp Secondary Accounts Feature | વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp હવે સગીર વયના (Minor) યુઝર્સની સુરક્ષા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે જેના દ્વારા માતા-પિતા પોતાના બાળકોના WhatsApp એકાઉન્ટની પ્રાઈવસી (Privacy) અને ઇન્ટરેક્શનને કંટ્રોલ કરી શકશે.
શું છે આ ‘Secondary Accounts’ સિસ્ટમ?
WhatsApp ફીચર ટ્રેકર WABetaInfo ના રિપોર્ટ અનુસાર, કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે ‘Secondary Accounts’ નામની સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ ખાસ એકાઉન્ટ્સ બાળકો અને કિશોરો (Teenagers) માટે હશે, જે માતા-પિતાના ‘Primary Account’ સાથે લિંક (Link) કરવામાં આવશે.
હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ ફેઝમાં (Development Phase) છે અને ટૂંક સમયમાં એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર જોવા મળી શકે છે.
પેરેન્ટ્સને કયા કંટ્રોલ (Controls) મળશે?
રિપોર્ટ મુજબ, પેરેન્ટ એકાઉન્ટથી બાળકના એકાઉન્ટની ઘણી સેટિંગ્સ મેનેજ કરી શકાશે, જેવી કે:
- પ્રોફાઇલ વિઝિબિલિટી: બાળકની પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન (Last Seen) અને ‘About’ સેક્શન કોણ જોઈ શકે તે પેરેન્ટ્સ નક્કી કરી શકશે.
- બ્લુ ટિક સેટિંગ: રીડ રિસીપ્ટ (Read Receipts) એટલે કે બ્લુ ટિક ઓન કે ઓફ રાખવાની સુવિધા પણ પેરેન્ટ્સ પાસે રહેશે.
- ગ્રુપ ઇન્વિટેશન: કોણ બાળકને ગ્રુપમાં એડ (Group Add) કરી શકે છે તેનું નિયંત્રણ પણ માતા-પિતા કરી શકશે.
શું પેરેન્ટ્સ મેસેજ વાંચી શકશે?
સૌથી મહત્વની વાત એ છે કે, સુરક્ષા અને પ્રાઈવસી વચ્ચે સંતુલન રાખવા માટે WhatsApp એ સ્પષ્ટ કર્યું છે કે પેરેન્ટ્સને બાળકની એક્ટિવિટીના અપડેટ્સ તો મળશે, પરંતુ તેઓ બાળકની ચેટ લિસ્ટ, કોલ લોગ કે પર્સનલ મેસેજ (Private Messages) જોઈ શકશે નહીં. આ ફીચરનો મુખ્ય હેતુ બાળકોને ઓનલાઈન છેતરપિંડી અને અજાણ્યા લોકોથી સુરક્ષિત રાખવાનો છે.
