
શ્રીનાથધામ હવેલી, જે VYO USA દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ સ્થાપવામાં આવી છે, ડલ્લાસ શ્રીનાથધામ હવેલી ના active volunteers અને વૈષ્ણવો એ ભેગા મળી ડિસેમ્બર ૨૧ ના રોજ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ના પ્રાગટ્ય (જલેબી) ઉત્સવ ધામ ધુમ થી ઉજવ્યો. નિત્ય પાઠ અને કીર્તન કરી હવેલી ના કમિટી મેમ્બર્સ એ અત્યારે ચાલી રહેલા ઠાકોરજી ના સામગ્રી ઘર અને કોમર્શિયલ કિચન ની update આપી સાથે હવેલી માં તન મન ધન થી જોડાવા અપીલ પણ કરી. ઘણા વૈષ્ણવો આ અપીલ નો સ્વીકાર કરી હવેલી ના વિવિધ કાર્ય મા, ઠાકોરજી શૃંગાર સાહિત્ય વિગેરે માં જોડાઈ ઉત્સાહ થી સહકાર આપ્યો.

ઠાકોરજી ના મનોરથ સ્વરૂપે શ્રી આનંદભાઈ પબારી (India Bazar) એ મનોરથી બની સુંદર ગોળ ની ચાશણી માં જલેબી તૈયાર કરાવી. ઘણા બધા વૈષ્ણવો આ ઉત્સવ માં લાભનિમિત્ત થઈ પ્રસાદી નો આનંદ માણ્યો હતો.
હવેલી ના volunteers એ ટૂંક જ સમય માં આખા વર્ષ ના હવેલી ના ઉત્સવ ઉજવણી ની તારીખો નું list publish કરી અને આગામી જાન્યુઆરી ૧૯ તારીખે મકર સંક્રાંતિ ઉત્સવ સહિત આખા વર્ષ ના ઉત્સવ ઉજવણી માં પધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ આપ્યુ.