નાણાકીય વર્ષ (Financial Year) 2025-26ના તાજેતરના આંકડા મુજબ, ચીન ફરી એકવાર ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર (Trading Partner) બની ગયું છે.
છેલ્લા ચાર વર્ષથી અમેરિકા (USA) પ્રથમ સ્થાને હતું, પરંતુ હવે ચીને તેને પાછળ છોડી દીધું છે. ભારત અને ચીન વચ્ચેનો કુલ દ્વિપક્ષીય વેપાર (Bilateral Trade) 151.1 અબજ ડોલરે પહોંચ્યો છે.
જોકે, ચિંતાની વાત એ છે કે ચીન સાથે ભારતની વેપાર ખાધ (Trade Deficit) વધીને 112.16 અબજ ડોલર થઈ ગઈ છે.
ભારતે ચીનમાંથી મોટા પાયે આયાત (Import) કરી છે, જે 131.63 અબજ ડોલર નોંધાઈ છે, જ્યારે તેની સામે નિકાસ (Export) માત્ર 19.47 અબજ ડોલર રહી છે.
બીજી તરફ, અમેરિકા સાથેના વેપારમાં ભારત હજુ પણ ટ્રેડ સરપ્લસ (Trade Surplus) ધરાવે છે, જે 34.4 અબજ ડોલર જેટલું છે. કોમર્સ મિનિસ્ટ્રીના (Commerce Ministry) રિપોર્ટ અનુસાર, આયાતમાં થયેલા 16% ના વધારાને કારણે ચીન ફરી ટોચ પર આવ્યું છે.
